SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સગ્રંથ સમાગમ ૧૨૩ સમયની ઉપાધિઓનું સ્વસ્થતાપૂર્વક વહન કરે છે, એમ સ્પષ્ટ જોઈ શકાય.* “મોરબી, આસો, ૧૯૪૬ ”ના લખેલા નીચેના દોહરા તેમની આ સમયની સત્સંગની મહત્તા વિશેની આંતરભાવના બતાવે છે એમ માનીએ, તે તે જોવા જેવા છે (શ્રી ૧-૨૬૦) : બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગઢશોગ. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સસંગ મેં, એક લક્ષથી આપ. અને તે પછી “મુંબઈ, ૧૯૪૬’ એમ કરી (પૂરી મિતિ તિથિ વગર) નધેિલ એક વાક્ય મળે છે: “કેટલીક વાત એવી છે કે, માત્ર આત્માને ગ્રાહ્ય છે અને મન વચન કાયાથી પર છે, કેટલીક વાતો એવી છે, કે જે વચન કાયાથી પર છે; પણ છે. ....” કવિના આંતરજીવનનાં આ વરસોમાં સં. ૧૯૪૬નું વર્ષ કબીરજીએ ગાયેલા પેલા “શૂરસંગ્રામ’ ભજનના ભારે “ઘમસાણ”નું છે. તે વરસમાં. સત્સંગ-સથ-સમાગમ સાધનને પૂરી ઉત્કટતાથી તે આચરે છે. આ વર્ષના પ્રારંભે “મુંબઈ, કારતક, ૧૯૪૬’ રોજની નોંધ છે, તે આ અંગે પ્રારંભિક અંતનિવેદનરૂપ જ લાગે છે; એ નીચે (શ્રી ૧-૨૩૨) મુજબ છે: જે વવાણિયાથી આ સુદિ ૧૨, શનિ, ૧૯૪૬ને નાનકડો બીજો પત્ર છે – ખંભાતના “ધર્મેચછક ભાઈ ઓ” કરીને, તેમાં લખે છે – ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. સંસારમાં રહેવું અને મેક્ષા થવા કહેવું એ બનવું અસુલભ છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy