SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ જ્ઞાની ભક્તની પ્રતિભા નું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવના ત્યાગ કરવા એ માટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે કયાંય જોવામાં આવતું નથી. અમે, કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમ ઇચ્છીએ છીએ, તેને પણ નું કળિયુગના પ્રસંગી સંગ આપ્યા જ કરે છે. “હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી. તે ન કરાવવું યાગ્ય છે; તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઇચ્છા હોય તો પ્રેરણા કર, એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. અમારા પ્રસંગમાં આવેલા જીવા કોઈ પ્રકારે દુભાય નહીં અને અમારા દ્વેષી ન હાય (અમારા કારણથી), એવા હું શરણાગત ઉપર અનુગ્રહ થવા યોગ્ય હોય તો કર. મને મોટામાં મોટું દુ:ખ માત્ર એટલું જ છે કે, તારાથી વિમુખ થવાય એવી વૃત્તિએ જીવા પ્રવર્તે છે, તેના પ્રસંગ થવા અને વળી કોઈ કારણોને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતાં છતાં તેનું અનંગીકારપણું થવું, એ અમેને પરમ દુ:ખ છે. અને જો તે યોગ્ય હશે તે તે ટાળવાને, હે નાથ ! તું સમર્થ છે, સમર્થ છે. મારું સમાધાન, ફરી ફરી, હે હરિ, સમાધાન કર.” આ પછી છેલ્લે, અતિ ઉદ્રેકપૂર્વક અને કળકળતી વાણીમાં સ્વગત ઉક્તિ છે, તેમાં પૂર્ણ પ્રપત્તિ-પૂર્વક કવિ હરિને આજીજી કરે છે:“અદ્ભુત! અદ્ભુત, અદ્ભુત! પરમ અચિંત્ય એવું, હે હરિ, તારું સ્વરૂપ, તેના પરમ પ્રાણી એવા હું કેમ પાર પામું? હું જે તારો અનંત બ્રહ્માંડમાંના એક અંશ તે તને શું જાણે ? સર્વસત્તાત્મક જ્ઞાન જેના મધ્યમાં છે, એવા હે હરિ, તને ઇચ્છું છું, ઇચ્છું છું; તારી કૃપાને ઇચ્છું છું. તને ફરી ફરી, હે હરિ, ઇચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, નું અનુગ્રહ કર! અનુગ્રહ!! ( શ્રી.૧-૨૭૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy