SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધિ અને ઉદાસીનતા. ૧૧૭ એટલે કદાચ તેથી તે આગળ આ સંવાદરૂપે ઉગાર કાઢે છે. તેમાં કવિ કહે છે: હે શ્રી....! તમે કહો છો તેમ સસમાગમનું દુર્લભપણું છે, એમાં સંશય નથી. પણ તે દુર્લભપણું જો સુલભ ન થાય તેમ વિશેષ અનાગત કાળમાં પણ તમને દેખાતું હોય, તો તમે શિથિલતાનો ત્યાગ કરી સ્વવિચારનું દૃઢ અવલંબન ગ્રહણ કરે, અને પરમ પુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સત-સમાગમમાં પણ કાળ વ્યતીત કરો. અને તે પછીની આગળ મળતી સ્વગતોક્તિ કેવા આકંદભાવથી ભરેલી છે! તે કાળની સંસારગતિમાં તેમને દેખાતી ધર્મગ્લાનિ તેમાં નિરૂપાયેલી છે, તેમાંથી બચીને બચાવવાના મનોરથ સેવતા મહાશયી પુરુષનો આર્તનાદ એમાં વરતાઈ આવે છે: હે હરિ, આ કળિકાળમાં તારે વિષે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે, એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિષે પ્રયત્ન થઈ રહ્યા છે. આરતી (ધર્મની ગરજ) પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. વૃદ્ધમર્યાદા રહી નથી. ધર્મમર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. સત્સંગ શું? – અને એ જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુઈટ થઈ પડયું છે...નિષ્કપટપણું હાનિને પામ્યું છે. શાસ્ત્રને વિષે સંદેહ ઉત્પન કરવો એ એક જ્ઞાન જીવે માન્યું છે, પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી, પરિગ્રહ પેદા કરનાર એવાં સગાંસંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે, તે તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે. સર્વભૂતને વિષે દયા રાખવી, અને સર્વને વિષે તું છો એમ હોવાથી દાસત્વ-ભાવ રાખ, એ પરમ ધર્મ ખલિત થઈ ગયો છે. સર્વ રૂપે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy