SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જ્યોતિષનો અભ્યાસ કવિશ્રીના જીવનના મધ્ય કાળ સમાં (૧૯માથી ૨૩માં વર્ષની 'ઉંમરનાં) આ વર્ષો દરમિયાન તેમની અવધાનશકિત ઉપરાંત બીજી એક નોંધપાત્ર વસ્તુ છે, તે તરફ પણ નજર કરવા જેવી છેતે છે એમનું જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન. આ જ્ઞાન તેમણે આ કાળે યત્નપૂર્વક સંપાડેલું, એમ જોવા મળે છે. એવો સમરંભ કરવામાં એમનો સંકલ્પ કઈ રીતે કે શા હેતુથી ગયો હતો, એ તેમની પ્રતિભાના અભ્યાસીએ સમજવું ઘટે, એવી બાબત ગણાય, પરંતુ, સ્થિતિ એવી છે કે, એ બાબતમાં ઝાઝી હકીકતો કે માહિતી મળતી નથી. તેમનાં પોતાનાં લખાણોમાં આને અંગે કેટલાક ઉલ્લેખ મળે છે; તે મુખ્ય આધાર ગણાય. - લગ્ન પૂર્વે – ૧૯-૨૦માં વર્ષમાં (મુંબઈ સં. ૧૯૪૩) લખેલ એક પત્ર અગાઉ આપણે જોયો. (પા. ૬૭ જુઓ). તેમાં “આશુપ્રજ્ઞા રાજચંદ્ર” એવી નીચે સહીથી તે લખે છે, “મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વર-ગ્રહ ઠરાવ્યા છે. ....” આ ઉપરથી, પોતાના ગ્રહ તેની વિદ્યાના વિદ્વાનોને બતાવીને, પોતાની ભાવની દશા વિશે જાણવા તેમણે ઇચ્છા સેવી હતી, એ અહીં આપણે અનુમાની શકીએ. આ કાળે તે પોતાની શ્રેષ્ઠ ધર્મસ્થાપન કરવાની) મહાકાંક્ષા ઉગ્ર રૂપે સેવતા હતા. તે અર્થે ધમસભા સ્થાપીને યોગ્ય શકિતવાળા શિષ્યગણનો પણ સંગ્રહ કરવા માગતા હતા. તેવા એક શ્રદ્ધાપાત્ર લાગેલા શ્રી. ચતરભુને આ પત્ર તેમણે લખેલો છે; – “તે ધર્મ પ્રવર્તાવવામાં તમે મને ઘણા સહાયક થઈ પડશો; અને મારા મહાન શિષ્યોમાં તમે અગ્રસરતા ભોગવશે;” તેથી એ તેમને લખે છે કે, “તમારા ગ્રહ મને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy