SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપરાય-દષ્ટિ અને અધ્યાત્મપ્રવેશ ૧૦૫ સિદ્ધિઓ મનુષ્યને કેળવણીથી શક્ય છે; પરંતુ તેનાથી આપોઆપ આત્મસિદ્ધિ નથી: એના પુરુષાર્થને અર્થે તો, આ સિદ્ધિઓને પણ સંયમમાં લઈ સદુપયોગે લેવાની હોય છે; કોઈકને ત્યાગ પણ કરવો ઘટે છે. એટલે કેટલીક વાર તો આવી સિદ્ધિઓ આડે માર્ગે પણ લઈ જાય, એવું બને. આથી જ કહેવાયું છે કે, અનન્યભાવ ભક્તિ એ જ જરૂરી છે: શ્રીમદે તેમની અવધાનશક્તિનો ઉપયોગ પોતાની પ્રકૃતિ કે સ્વભાવ પામીને અધ્યાત્મને પામવામાં કર્યો હતો, એ એમની સાધનામાં નોંધપાત્ર છે. જેમ ધનપ્રાપ્તિની – ઝવેરીપણની કુશળતા તેમ જ આ સ્મૃતિ-કૌશલ્ય તેમણે જીવનનું સાર્થક કરવામાં લેખે લીધું, એ તેમના જીવન પરથી સૌને ફાયદાનો કે સામાન્ય ખપનો સાર ગણાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy