SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ કે નવમા દિવસની કાર્યવાહી ક ૧૪૫ લવાદીની વાતમાં (ચર્ચા) લેખિત કરવી કે મૌખિક કરવી? એ આપને નિર્ણય કરવાને છે; પણ મૌખિક કરતાં લેખિત વધારે સારી છે. જેમાં લવાદને અનુકૂળતા રહે. આમાંથી જેને જે સ્વીકાર્ય હોય તે સ્વીકારે પણ અમે તે આ બે વાત રજુ કરી છેઃ સઘળી તિથિની વિચારણા માટે કેશુભાઈએ આમંત્રણ આપેલ છે, જે માટે એકત્રિત કર્યા છે તે માટે ગ્ય વિચારણા થવી જ જોઈએ.) બાર તિથિની હાનિવૃદ્ધિ થાય નહિ, એ માન્યતા અને યોગ્ય નથી લાગતી : તે વાત શાસ્ત્રોક્ત રીતે જે સિદ્ધ થાય છે તેમ માનવા અમારી તૈયારી છે. શાસ્ત્રાધારે જે સત્ય હેય તે સ્વીકારવા અમારી, પૂર્ણ તૈયારી છે. ભાશુપને ક્ષય કર્યો હતે, એ વાત પણ શ્રી સિદ્ધિસૂરિ બાપજીને પૂછવામાં આવે અને તેઓ કહે તે માન્ય રાખવી જોઈએ. કેશુભાઈએ જે માટે ભેગા કર્યા છે તે ઉદેશ સિદ્ધ ન થાય ત્યાં લગી કાર્ય આગળ ન ચાલી શકે. સમિતિ નીમીએ તેમાં પણ સહુને એ જ આશય હે (જોઈએ.) કેઈને પણ આ આશય ન હોય એમ (અમે ઈચ્છતા નથી.) જ્યાં સુધી ઉદ્દેશ્ય કે શેને વિચાર કરવાનું છે? તે નકકી ન થાય ત્યાં સુધી સમિતિને શું અર્થ? જ્યારે ૧૦૦ની સમિતિ નીમાઈ ત્યારે તેના શિરેખમાં તિથિની વાતમાં બધી વાત આવતી માની અમે આનંદ અનુભવ્યું હતું. અમને દુઃખ થાય છે કે-બાર પર્વને માટે હવે ચર્ચાના દ્વાર બંધ કેમ થાય છે? ઉપરની વિચારણાથી વધારે કાંઈ જ કહેવાનું નથી. અત્રે જે ઉદ્દેશ સમજીને (જે ઉદ્દેશથી) આવ્યા છીએ તે પ્રથમ સચવાવું જોઈએ. - રામસૂરિજી-કેશુભાઈએ બાર પર્વની ચર્ચા કરવા માટે બેલા વ્યા હોય તેવું મારા જાણવામાં નથી. મને આમંત્રણે જેના દ્વારા (કલાયું) તેણે પણ મને તેવું કહ્યું નથી ! કહે કેશુભાઈ! કેવી વાત થઈ છે? ૧૦ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy