SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૩) સ્થળ નિરૂપણ રહ્યું હોવાથી નિગ્રંથભગવાનના તે મૃતને પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યને આ ક્ષેત્રે પ્રાપ્ત થતો નથી. ઘણું મતમતાંતરાદિ ઉત્પન્ન થવાને હેતુ પણ એ જ છે, અને તેથી જનિર્મળ આત્મતત્વના અભ્યાસી મહાત્માઓની અલ્પતા થઈ શ્રુત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણું છતાં, સમાધાનનાં કેટલાંક સાધને પરોક્ષ છતાં, મહાત્માપુરુષોનું કવચિતત્વ છતાં, હે આર્યજન! સમ્યકદર્શન, શ્રુતનું રહસ્ય એ પરમપદને પંથ, આત્માનુભવના હેતુ, સખ્યારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમ હર્ષનું કારણ છે. વર્તમાનકાળનું નામ દુષમકાળ છે. તેથી દુઃખે કરીને,–ઘણા અંતરાયથી, પ્રતિકૂળતાથી, સાધનનું દુર્લભપણું હોવાથી, –મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે; પણ વર્તમાનમાં મેક્ષમાર્ગને વિવેદ છે, એમ ચિંતવવું જોઈતું નથી. પંચમકાળમાં થયેલા મહર્ષિઓએ પણ એમજ કહ્યું છે. તે પ્રમાણે પણ અત્રે કહું છું.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy