SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૪ ) આત્મભાંતિ સમ રોગ નહીં, સદ્દગુરુ વૈદ્ય સુજાણ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધવિચાર ધ્યાન. ૧૨૯ જો ઈચ્છા પરમાર્થ તા, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઇ, છેદે નહીં આત્માર્થ. ૧૩૦ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં ને'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેાય. ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહીં, બન્ને સાથ રહેલ. ૧૩૨ ગચ્છમતની, જે કલ્પના, તે નહીં સદ્વ્યવહાર; ભાન નહીં નિજ્રરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હાય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહીં કાય. ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય, ૧૩૫ ઉપાદાનનું નામ લઇ, એ જે તજે નિમિત્ત; પામે નહીં સિદ્ધત્ત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy