SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૨ ) કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય૧૪ છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ, નહીં જોક્તા તું તેહને, એજ ધર્મને મર્મ. ૧૧૫ એજ ધર્મથી મોક્ષ છે, તું છે મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ, બુદ્ધ, ચૈિતન્યધન, સ્વયંતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તે પામ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય; ધરી મિાનતા એમ કહી, સહજ સમાધી માંય. ૧૧૮ શિષ્યબાધબી જટામિકથન. સદ્ગના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્ય નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશીને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy