SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૧) એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જે. અપૂર્વ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ છે; શુદ્ધ નિરંજન ચેતન્યમૂર્તિ અનન્યમય, અગુરૂ, લધુ, અમૂર્ત સહજપદરૂપ છે. અપૂર્વ ૧૮ પૂર્વપ્રયાગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જે. અપૂર્વ ૧૯ જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અપુર્વ ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભઆશાએ થાશું તે જ સ્વરૂપ છે. અપૂર્વ૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy