SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૧૬૧ ગર્ભદ્વાર ત્રણ છે. ચાંદીનાં મઢેલા મુખ્ય ગર્ભદ્વાર ઉપર કાઉસગ્ગીયા પ્રતિમાજી અને જર્મનના મઢેલાં આજુબાજુનાં બંને ગર્ભદ્વાર ઉ૫૨ સમવસરણ કોતરેલું છે. રંગમંડપના ઘુમ્મટમાં રંગકામ અને ચિત્રકામ કરેલું છે. નીચેની ફર્શ આરસની ચોરસ ડિઝાઇનવાળી છે. રંગમંડપમાં પ્રવેશતાં આપણી જમણી બાજુ ઉપર જવાનો રસ્તો છે. દેરાસરમાં મૂળનાયકની પરિકરયુક્ત શ્રી ઋષભદેવની પ્રતિમા ૧૩" ની છે. ૨૩ પાષાણ મૂર્તિઓ છે, ૨૫ ધાતુ મૂર્તિઓ અને ૧ ફીટકની મૂર્તિ છે. ડાબા ગભારે અતિ પ્રાચીન શ્રી આદિનાથ ભગવાનની ૨૧" ની અને જમણા ગભારે શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે જે બંને મૂર્તિ ૫૨ “સંવત ૧૮૪૪”નો લેખ છે. ત્રણેય ભગવાનની પ્રતિમા પાછળ જન્માભિષેક તથા ચામરધારી ઇંદ્રોનું સુંદર ચિત્રકામ જોવા મળે છે. અખંડ દીપકનો એક ગોખ પણ છે. ઉપરના માળે ગભારામાં પાંચ આરસ પ્રતિમા છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ૧૫" ની છે. મૂર્તિ લેખ છે તેમાં “સંવત ૧૮૪૪ વૈશાખ સુદ ૧૦” એટલું જ વંચાય છે. બાકીનું ઘસાઈ ગયેલ છે. ભગવાનની પ્રતિમા પાછળ સુંદર ચિત્રકામ છે. ઉ૫૨ ઘુમ્મટમાં સુંદર વિવિધ રંગોથી મનોહર ચિત્રકામ કરેલ છે. આ ચિત્રોમાં મેઘરથ રાજાનો ભવ, શ્રી ચંપાપુરી, શ્રી પાવાપુરી, શ્રી રાજગૃહી તીર્થના પટ છે. આ દેરાસરનો ગભારો નાનો છે. ગભારાનું બારણું નાનું જાળીવાળું છે. આ દેરાસર ૪૦૦ વર્ષ જૂનું છે. પહેલાં કાષ્ઠનું બનેલું હતું. ૫૦ વર્ષ પહેલાં જીર્ણોદ્વાર થયેલો છે. શાહ ચુનીલાલ વીરચંદ, શાહ મણીલાલ વીરચંદ અને શાહ છગનલાલ વીરચંદ તરફથી પ્રભુજીને ગાદી નશીન સંવત ૨૦૦૯ના જેઠ સુદ ૧૦ના રોજ કરવામાં આવ્યા છે. આ જિનાલયના મૂળનાયક શ્રી આદીશ્વરજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા આગમોદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરિના પટ્ટધર માલવદેશોદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજીની પાવન નિશ્રામાં સંવત ૨૦૦૯ના જેઠ સુદ ૧૦ના રોજ કરેલ છે. દેરાસરનો વહીવટ વેજલપુર જૈન સંઘના ટ્રસ્ટી શ્રી કીર્તિકુમાર વીરચંદ, શાહ કનૈયાલાલ ગુલાબચંદ, કિરીટભાઈ અમૃતભાઈ ગાંધી હસ્તક છે. દેરાસરની વર્ષગાંઠ જેઠ સુદ ૧૦ છે. તે દિવસે ચઢાવો બોલી ધ્વજારોપણ કરવામાં આવે છે. તે દિવસે લહાણું કરવામાં આવે તથા જમણવાર કરવામાં આવે છે. ઉપાશ્રય છે. એકનું નામ “આરાધના ભુવન જૈન સંઘ” અને “બીજો મોટા ઉપાશ્રય' નામથી પ્રચલિત છે. ગામમાં ૪૦ શ્રાવકોનાં ઘર છે. બહેનોનાં પણ બે ઉપાશ્રય છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૨૧ પાષાણ પ્રતિમાઓ તથા ૨૭ ધાતુ પ્રતિમાઓ હતી. સં, ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૩૦ પાષાણ પ્રતિમાઓ, ૨૯ ધાતુ પ્રતિમાઓ તથા ૨ સ્ફટીકનાં પ્રતિમાજી હતાં. શ્રી સંધે
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy