SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ સિદ્ધિસૂરિકૃત પાટણ ચૈત્યપરિપાટી (સં. ૧૫૭૬) નિય ગુરુ પય પણમૂવિ, સરસતિ સામિણિ મનિ ધરીય, હોયડઇ હરષ ધરેવિ, ગોયમ ગણહર અણુસરિય, પભણિસુ ચેતપ્રવાડિ અણહિલપુર પટ્ટણ તણીય, મુઝ મનિ ફરીય રહાડિ, દિલ મતિ નિરમલ અતિઘણીય દેશ શરોમણિ દેશ, ગુજ્જરધર જગિ જાણીએ, વાવિ સરોવર કૂવ વણસઈ વિવિહ વખાણીએ, નયનાનંદ સુચંગ નરસમુદ્ર પટ્ટણનગર, ગઢ મઢ પોલિ ઉતંગ, જસુ સમ મહિયલિ નવિ અવર. ધર્મવંત બહુ લોઇ નિવસઈ જત્થ દયાસહિત, ઉવયારી સહુ કોઈ, વિનય વિવેક ગુણે ભરિત, દાન પુણ્યની વાત કરઇ જિહાં અતિ... રડીય, પુણ્ય પુરષ વિખ્યાત વસઈ તિ ઊચી સેરડીય. મનિ ધરિ અવિચલ ભાવ, તિહાં પ્રણમઉં જિણ સોલમઉ એ, ત્રિભુવન કેરુ રાઉ, ભવાયાં ભગતિ છે નિતુ નમઉ એ, અષ્ટ કરમ દલ ભંજિ શવરમણી સયવર વરિલ એ, મોહ માયણ મદ ગંજિ ઉપશમરસ જિણિ આદર્યઉ એ. દીઠઈ પરમાણંદ, અંગિહિ અતિઘણ ઊપજએ, વંદિસુ પૂજિસુ ચંગ, ભવભયથી નવિ પૂજીયએ, સંતિકરણ જગદેવ, સેવા સારઇ ઇન્દ્ર સર્વે, મુનિવર તૂ મહાદેવ, દઈ દરિસણ મુઝ ભવહ ભવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy