SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) નાગપુર સીટી નં. ૨ ઈતવારી બજાર, જૈન શ્વે. ઉપાશ્રય તા. ૧૧-૮-૫૪ ધર્મસાગર ગણિ આદિ ઠા. ૩ તરફથી. સુશ્રાવક દેવગુરુ-ભક્તિકારક શાહ અમીલાલ રતિલાલ વેરાવળ. ધર્મલાભપૂર્વક લખવાનું કે તમારો પત્ર તા. ૯-૮-૫૪નો આજે મળ્યો. વાંચી બીના જાણી. (૧) ચૌદ સુપનાં, પારણા ઘોડીયા તથા ઉપધાનની માળા આદિનું ઘી શાસ્ત્રીય રીતિએ તથા પરંપરા અને જ્ઞાનીઓની આજ્ઞા મુજબ દેવદ્રવ્યમાં જ લઈ જવાય. તેના માટે અમદાવાદ મુકામે સં. ૧૯૯૦માં સમસ્ત શ્વે. મૂ. શ્રમણ સંઘે એકમતે સ્પષ્ટ નિર્ણય કરેલ છે. તે મંગાવી વાંચી લેવા. આ નિર્ણયનો છાપેલ પટ્ટક શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અમદાવાદથી મળી શકશે. તેમાં સ્પષ્ટ છે કે પ્રભુ જિનેશ્વરદેવ સમક્ષ કે નિમિત્ત દેરાસર કે દેરાસરની બહાર ભક્તિ નિમિત્તે જે બોલી કે ઉપજની ૨કમ આવે તે દેવદ્રવ્ય ગણાય. સુપન ઉતારવા તે તીર્થંકર ભગવાનનું ચ્યવન કલ્યાણક છે. અંજનશલાકા પ્રભાસપાટણમાં અમારા ગુરુદેવ પૂ.આ.શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજ હસ્તક થયેલ. તેમાં પાંચે કલ્યાણકની આવક દેવદ્રવ્યમાં લેવાણી છે તો સુપના, પારણાઓ ચ્યવન જન્મ-મહોત્સવની પ્રભુ ભક્તિ નિમિત્તે બોલાએલી બોલી દેવદ્રવ્ય જ ગણાય. આમાં શંકાને સ્થાન નથી. છતાં સુપના તો ભગવાનની માતાને આવ્યા વગેરે કુટ દલીલો થાય છે તે જે કંઈ પ્રશ્નો પૂછવા ઘટે તે પૂછાવશો. તમામ ખુલાસા આપવામાં આવશે. આના અંગે લગભગ બધા આચાર્યોનો એક જ અભિપ્રાય કલ્યાણ માસિકમાં શાંતાક્રુઝ સંઘ તરફથી પૂછાએલ પત્રોના જુવાબરૂપે પ્રસિદ્ધ પણ થયા છે. સિદ્ધચક્ર પાક્ષિકમાં પૂ.સ્વ. આગમોદ્ધારક શ્રી સાગરજી મહારાજાએ પણ દેવદ્રવ્યમાં જવાનું જણાવેલ છે. અમદાવાદ, સુરત, ખંભાત, પાટણ, મહેસાણા, પાલીતાણા વગેરે મોટા સંઘો પરંપરાથી દેવદ્રવ્યમાં લઈ જાય છે. ફક્ત મુંબઈનો આ ચેપી રોગ કેટલેક ઠેકાણે ૧૧૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy