SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ઓગણીસ પથ્થરના દાબડામાં તાંબાની નાની દાબડી છે જેમાં રેશમી કાપડની થેલીમાં કશુંક મૂકેલું છે, સોનાની શીશી જેવું નાનું એમ્ફોરા છે અને અન્ય અવશેષો છે. ૩૨૧ સ્તૂપની નીચલી પીઠિકાના ટોચના મધ્ય ભાગમાંથી આઠ ક્ષત્રપસિક્કાયુક્ત બીજો એક દાબડો હાથ લાગ્યો હતો. ૬૯ સિક્કાનો બીજો એક નિધિ મહાવિહારના પ્રવેશમાર્ગ પાસેના ખંડમાંથી મળ્યો હોવાની વિગત આપણે અગાઉ અવલોકી ગયા. આમાં ચાંદીના ૫૯ સિક્કા છે અને ચાંદીના ઢોળ ચડાવેલા તાંબાના ૪ સિક્કા છે, જ્યારે શુદ્ધ તાંબાના બે અને સીસાના ૪ સિક્કા છે. મહાસ્તૂપની પશ્ચિમે બબ્બેની જોડીમાં માનતાના ચાર સ્તૂપ હતા, જે ૨.૪૨થી ૩.૩૧ મીટરના સમચોરસ માપના હોવાનું દર્શાવ્યું છે. મહાસ્તૂપની નૈઋત્યે ૧.૮૧ મીટરના અંતરે એક ચૈત્યગૃહ હતું. સમયાંકન : પુરાવસ્તુકીય અવશેષીય જ્ઞાપકો ઉપલબ્ધ હોવા છતાંય મહાસ્તૂપ અને મહાવિહારનાં સમયાંકન પરત્વે અવઢવ જણાય છે. વર્ષ નિર્દિષ્ટયુક્ત અસ્થિપાત્ર, સિક્કાનિધિઓ, કલાકૃતિઓની શૈલી, ઈંટોનાં કદ, ચમકદાર રાતાં વાસણ વગેરે સમયનિર્ણય માટેની સામગ્રી છે. આ બધાં સાધનો ઉપરથી મહાવિહારનો નિર્માણકાળ ઈસુની ચોથી સદીના પ્રથમ ચરણના પૂર્વાર્ધમાં અને એના આશ્રયે બંધાયેલા મહાસ્તૂપનો રચનાકાળ તે ચરણના ઉત્તરાર્ધમાં હોવાનું દર્શાવી શકાય છે. સંભવતઃ મહાવિહારનો નાશ કે એનો પુનરોદ્ધાર ઈસુની ચોથી સદીનાં અંતિમ વર્ષોમાં થયો હોવો જોઈએ; કેમ કે મહાવિહારના નિધિમાંનો એક સિક્કો શર્વ ભટ્ટારકનો છે, જેણે ક્ષત્રપોનું રાજ્ય જીતી લીધું હતું. પરંતુ તાજેતરમાં જૂનાગઢ પાસેના એક ગામેથી પ્રાપ્ત ક્ષત્રપ સિક્કાઓના નિધિમાં શક વર્ષ ૩૩૭નો સિક્કો મળ્યો છે. એટલે શર્વ ભટ્ટારકે ક્ષત્રપ રાજ્ય જીત્યું હોવાનું અગાઉનું અનુમાન હવે નિરાધાર ઠરે છે. એટલે મહાવિહારનો નાશ પાંચમી સદીના પ્રથમ દાયકા પછી નજીકના સમયે થયો હોય એવું સૂચિત થાય છે. પાદનોંધ ૧. છો.મ.અત્રિ, ‘ક્ષત્રપકાલીન ગિરિનગર', વિદ્યાપીઠ, વર્ષ ૫, પૃષ્ઠ ૯૬. ૨અને૩. જરૉએસોĂ., ૧૮૯૧, પુસ્તક ૬૦, ભાગ ૧, નંબર ૨, પૃષ્ઠ ૧૭થી ૨૩; પૃષ્ઠ ૧૮ અનુક્રમે. ૪અનેપ. મંજુલાલ મજમુદાર સંપાદિત ક્રોંનોલૉજી ઑવ ગુજરાત, પુસ્તક ૧, પૃષ્ઠ ૯૧-૯૨. ૬. ગુરાસાંઇ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૩૪૪. ૭. છાબા, એઇ., પુસ્તક ૨૮, અંક ૪, પૃષ્ઠ ૧૭૪. ૮. લિપિના મરોડ ઉપરથી છાબ્રા આ સંભવ રજૂ કરે છે. એજન, પૃષ્ઠ ૧૭૫. ૯. એજન. આ પ્રકારનાં મુદ્રાંક પુષ્કળ પ્રમાણમાં રાજઘાટ જેવાં પૂર્વકાલીન સ્થળોએથી મળ્યાં છે. કાશી અને સારનાથમાંથી આવાં મુદ્રાંકોની પ્રાપ્તિની વિગતો વોગેલે આપી છે (જર્નલ ઑવ ધ સિલોન બ્રાંચ ઑવ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, સેંટેનરી વૉલ્યુમ, ૧૮૪૫-૧૯૪૫, પુસ્તક ૧, પૃષ્ઠ ૨૭થી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy