SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ક્ષત્રપકાલીન ગુજરાત મીટર જેટલી હોવાનું સંભવે. એનો પાયગત ઘેરાવો ૫૫ મીટર જેટલો હોવાનું સૂચવાય છે. શૈલસમુદ્રકમાં એનાથી હલકા પ્રકારના પથ્થરનો ઢાંકણાયુક્ત બીજો એક દાબડો હતો. ઢાંકણની અંદરના ભાગનો આકાર છીછરી રકાબી જેવો છે. બીજા દાબડામાંથી તાંબાનો દાબડો મળ્યો છે. એનો આકાર અગાઉના દાબડા જેવો છે. તાંબાના દાબડામાં ચાંદીનો દાબડો છે અને ચાંદીના દાબડામાંથી સોનાનો દાબડો હાથ લાગ્યો હતો. આ બધા દાબડાનું કદ ક્રમશઃ નાનું થતું જાય છે. સોનાની દાબડીમાં આંગળીના નખ જેવડા અસ્થિ-અવશેષ, પંચરત્નો (નીલ રંગનો મણકો, માણેક, નીલમ, પોખરાજ અને નીલમણિ) અને વૃક્ષડાળીનો ટુકડો સંગૃહીત હતાં. અસ્થિ-અવશેષનું માપ ૫ X ૯ સેંટીમીટર હતું. સોના સિવાયના અન્ય દાબડામાંથી ભસ્મ મળી છે. આ બધા અવશેષ ત્યારે જૂનાગઢ સંગ્રહાલયમાં સુરક્ષિત-સંગૃહીત હતા. સમયનિર્ણય ઃ સ્તૂપમાંથી પ્રાપ્ત ઈંટોનાં કદ તથા ભારતના અન્ય પ્રદેશના સમકાલીન તૂપોના તુલનાત્મક અભ્યાસથી પ્રસ્તુત તૂપનો સમય નિર્ણિત કરવો રહે છે. બાકી આ સૂપમાંથી સમયાંકનને ઉપયોગી પ્રતિમા, શિલ્પ કે લેખ ઇત્યાદિ સામગ્રી હાથવગાં થયાં નથી. ક્ષત્રપકાલના ગુજરાતના અન્ય બે ઈંટેરી સ્તૂપમાંની (ઈટવા અને દેવની મોરી) ઈંટોનાં કદ ૪૬૪૨૮૪૮ સેંટીમીટરનાં છે. જ્યારે બોરિયા સૂપમાંની ઈંટોનાં માપ ૪૬૪૩૯૪૮ સેંટીમીટર છે. આથી, અનુમાની શકાય કે ત્રણેય સ્તૂપ સમકાલીન હોઈ શકે એટલે કે એક જ સમયે તેમનાં નિર્માણકાર્ય સંપન્ન થયાં હોવાં જોઈએ ઈંટવામાંથી રાજા રુદ્રસેનનું પકવેલી માટીમાંથી નિર્માયેલું એક મુદ્રાંક મળ્યું છે. દેવની મોરીમાંથી બ્રાહ્મી લિપિમાં લખાણ કોતરેલો પાષાણનો એક દાબડો મળ્યો છે. જ્યારે બોરિયા સ્તૂપમાંથી કોઈ લખાણ હાથ લાગ્યું ન હોઈ તે સ્તૂપ અન્ય બંને સ્તૂપ કરતાં થોડો પૂર્વકાલીન હોવા સંભવે છે. સોપારામાંથી પ્રાપ્ત સ્તૂપનો સમય બીજી સદીનો છે, જેના અવશેષો સાથે બોરિયા સ્તૂપના અવશેષ ઘણું સામ્ય ધરાવે છે. આથી, બોરિયા સ્તૂપ ઈસુની બીજી સદીનો હોવો જોઈએ. ઈંટવા વિહાર જૂનાગઢના અશોકના ખડકલેખથી આશરે પાંચ કિલોમીટરના અંતરે, ભવનાથની ઉત્તરે ઈટવા નામનો વિસ્તાર આવેલો છે. જોગણિયા નામના ડુંગરા અને ગિરનાર પર્વતની વચ્ચે આવેલા આ વિસ્તારમાંથી પ્રચુર પ્રમાણમાં પક્વ ઈંટો મળી આવતી હોવાથી સ્થાનિક લોકોએ આ સ્થળવિશેષનું “ઇંટવા” એવું નામકરણ પ્રચાર્યું. ૧૯૪૯માં ઈટવાનાં ખંડેરોનું ખોદકાર્ય થતાં ગિરજાશંકર વલ્લભજી આચાર્યને એક વિહારના અવશેષ હાથ લાગ્યા હતા. વિહારના મુખ્ય પ્રાંગણમાં બે સ્તરમાં પાકી ઈંટો બિછાવેલી હતી. પશ્ચિમની દીવાલને અડીને ૧.૬૫ X ૨.૫૭ મીટર કદની એક વ્યાસપીઠ રચાયેલી હતી. પ્રાંગણની ચોતરફ ૩ X ૩ મીટરના કદના ઓરડા બનાવેલા હતા. પૂર્વી હારમાં આવા જ ઓરડા હતા, જે પૈકી દક્ષિણ બાજૂથી ચોથો ઓરડો આઠ મીટર લંબાઈનો હતો. તક્ષશિલાના એક વિહારની પૂર્વ તરફ આવો એક ઓરડો આવેલો હતો તે બાબત અહીં ઉલ્લેખનીય છે. ઉત્તર તરફની ઓરડીઓની બહાર દીવાલને અડીને ૯૫ સેંટીમીટર લાંબી અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy