SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ક્ષત્રપકાલીન ગુજરાત સિદ્ધસેનની જેમ મલ્લવાદીનો સમય નિર્ણિત કરવા કાજે કોઈ પ્રત્યક્ષ પ્રમાણો ઉપલબ્ધ નથી. એમનાં લખાણોમાં કોઈ રચનાવર્ષ મળતું નથી. આથી, એમના ગ્રંથ દરિયમાં નિર્દિષ્ટ પૂર્વાચાર્યોના સમયનિર્ણયથી, એમના ગ્રંથમાં જેમનો ઉલ્લેખ નથી એવા અનુકાલીન તાર્કિકોના સમયના સંદર્ભમાં તથા જૈન પરંપરાના અનુસંધાનમાં આપણે મલવાદીના સમયને નિશ્ચિત કરવાનો પ્રયત્ન કરવો રહ્યો. એમના પ્રસ્તુત ગ્રંથમાં વીવીપીના કર્તા ભર્તુહરિ, દિન્નાગ તથા સિદ્ધસેન દિવાકરનો નિર્દેશ છે. આથી, મલવાદી કાં તો આ ત્રણેયના અનુકાલીન હોય, કાં તો સમકાલીન. ભર્તૃહરિ દિનાગના સમકાલીન હોવાનું જણાય છે. બૌદ્ધ પરંપરાનુસાર, વિનયતોષ ભટ્ટાચાર્ય, દિનાગને ઈસ્વી ૩૪૫ અને ૪૨૫ વચ્ચે વિદ્યમાન હોવાનું સૂચવે છે. સિદ્ધસેને દિનાગનો ઉલ્લેખ કર્યો અને મલવાદીએ એ બંનેનો નિર્દેશ કર્યો છે. આ સંદર્ભે મલ્લવાદી ઈસ્વીની ચોથી સદીનાં છેલ્લાં બે ચરણ અને પાંચમી સદીના પ્રથમ ચરણ દરમ્યાન વિદ્યમાન હોઈ શકે.' એમના ગ્રંથમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિક્રમ સંવત ૬૬૬= ઈસ્વી ૬૦૯) અને ઉદ્યોતકર (ઈસ્વી પ૭૫થી ૬૨૫) એમ બંનેનો ઉલ્લેખ છે. આ દષ્ટિએ મલવાદી ઈસ્વીની સાતમી સદી પૂર્વે અર્થાત્ છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હોવા જોઈએ. મલવાદીના ગ્રંથ વિશે ટીકા લખનાર સિંહસૂરિની ટીકામાં મૂળ ગ્રંથના ઘણા અંશ સંગૃહીત નથી. એટલે મલવાદી અને સિંહસૂરિ વચ્ચે એક સૈકાથી વધારે અંતર હોવું જોઈએ. સિંહસૂરિ જિનભદ્રગણિના સમકાલીન હોઈ ઈસુની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં જીવિત હોય. અને તો મલ્લવાદીને આપણે ઈસ્વીની પાંચમી સદીના ઉત્તરાર્ધમાં પ્રવર્તમાન હોવાનું સૂચવી શકીએ. મલવાદીના સમયને નિર્ણિત કરવા મિષે ઉપર્યુક્ત ચર્ચાના સંદર્ભમાં જૈન પરંપરાને પણ ચકાસવી જોઈએ. પ્રભાવકચરિતકારે મલ્લવાદીએ બૌદ્ધો સાથે કરેલા વિવાદની મિતિ વીર સંવત ૮૮૪ અર્થાત્ વિક્રમ સંવત ૪૧૪ અને ઈસ્વી ૩૫૭-૫૮ આપી છે. આ મિતિ વિશેષ સ્વીકાર્ય જણાય છે. તેથી મલ્લવાદીસૂરિ ઈસુની ચોથી સદીના છેલ્લાં બે કે ત્રણ ચરણમાં વિદ્યમાન હોવા જોઈએ. એમની કૃતિઓ જૈન પરંપરા મુજબ મલ્લવાદીએ શ્રુતદેવીના વરદાનથી એક શ્લોક માત્રના ગ્રહણથી દશહજાર શ્લોકપ્રમાણયુક્ત નશાસ્ત્રની રચના કરી, જેને શ્વેતાંબર અને દિગંબર બંને ફિરકાઓના ગ્રંથોમાં એક સરખું સ્થાન પ્રાપ્ત થયું છે. આ ગ્રંથ તે દશારશ્ન. આ ગ્રંથ ઉપલબ્ધ નથી, પણ એના વિશે રચાયેલી ટીકા(ગ્રંથ) ઉપલબ્ધ છે. આ ટીકા સિંહસૂરિએ વિક્રમના સાતમા શતકમાં (વિ. સં. ૬૬૬થી ૭૦૦ના સમયાવધિમાં) ૨ સંપન્ન કરી હતી. પ્રસ્તુત ટીકાના આધારે વીસમી સદીમાં મૂળ ગ્રંથનું સંભવિત કલેવર તૈયાર કરવાના ત્રિવિધ પ્રયત્ન થયા છે. પરિણામે અસલ પુસ્તકનો સંભવિત પાઠ હાથ થઈ શક્યો છે. આ ગ્રંથવિશેષ જૈનદર્શનશાસ્ત્રોમાં અનન્ય સ્થાન ધરાવે છે. ગ્રંથનામ મુજબ નયરૂપી ચક્રમાં બાર આરા છે. ગ્રંથકર્તાએ એક નિષ્ણાત શિલ્પીની જેમ આ ચક્રની રચના કરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy