SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ પ્રકરણ પંદર બત્રીસીઓ છે. નિરૂપણની દૃષ્ટિએ ઉપલબ્ધ બત્રીસીઓને ત્રણ વિભાગમાં વિભાજિત થઈ શકે : ૧. સ્તુત્યાત્મક, ૨. સમીક્ષાત્મક અને ૩. દાર્શનિક. ૧થી ૫, ૧૧મી અને ૨૧મી એમ સાત બત્રીસીઓ પ્રથમ વિભાગમાં આવે. આ બત્રીસીઓમાં કથિત વિષય મહાવીરની સ્તુતિનો છે. આમાં, મુખ્યત્વે વસંતતિલકા, વૈતાલીય| ઉપજાતિ, શિખરણી વગેરે છંદ પ્રયોજાયા છે. આ સાતેય બત્રીસીમાં આરંભ અને અંતનો છંદભેદ છે. ૬ઠ્ઠી અને ૮મી બત્રીસી સમીક્ષાત્મક પ્રકારની છે. બંનેના આરંભ-અંતનો છંદભેદ છે. ૬ઠ્ઠીમાં મહાવીરની સમીક્ષા છે, તો ૮મીમાં જલ્પકથાની સમીક્ષા છે. ૭મી બત્રીસીનું વસ્તુ ચર્ચાત્મક છે અને એમાં વાદકળાનું રહસ્યવસ્તુ સ્કુટ કર્યું છે. શેષ બારેય બત્રીસી દાર્શનિક છે. બારેયમાં એક જ છંદ-અનુષ્ટ્રપ-પ્રયોજાયો છે. એકેયમાં છંદભેદ નથી. આ બારેય દાર્શનિક બત્રીસીઓમાં ઉપનિષદ, ગીતા, ન્યાય, સાંખ્ય, વૈશેષિક, બૌદ્ધ, જૈન વગેરે દર્શનોની ચર્ચા સમાવિષ્ટ છે. ૧૭મી, ૧૮મી, ૧૯મી, ૨૦મી અને રરમીમાં જૈનદર્શનના તાત્ત્વિક વિચારો વર્ણિત છે. ચાયાવતાર આમ તો અલગ ગ્રંથ તરીકે જ્ઞાત હોવા છતાંય એ પણ બાવીસ બત્રીસીઓમાંની જ એક બત્રીસી છે અને એનો ક્રમ રરમો છે. પરંતુ એનું વિશિષ્ટ મહત્ત્વ હોઈ એનો અલગ નિર્દેશ અત્રે કર્યો છે. મુનિ જિનવિજયજી આ ગ્રંથને સંસ્કૃત જૈન સાહિત્યમાં પદ્યબંધ એવી આદિ તર્ક રચના ગણે છે.... જૈન દષ્ટિએ પ્રમાણોનું નિરૂપણ કરવું એ આ ગ્રંથનો વર્યુ વિષય છે. આમાં આગમોક્ત જ્ઞાનના પાંચ પ્રકાર કે પ્રમાણના પ્રત્યક્ષ-અનુમાનાદિ ચાર પ્રકારનું વર્ણન નથી. પરંતુ આગમોમાં ઉલિખિત અને તત્ત્વાર્થસૂત્રમાં વિશિષ્ટ સ્થાન પામેલા પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રમાણોનું નિરૂપણ છે. ચાયવતારમાં પ્રમાણસામાન્ય અને તેના ભેદની વ્યાખ્યા એટલા બધા વિચારપૂર્વક વ્યક્ત થયેલી છે કે પછીની અનેક સદીઓ દરમ્યાન જૈન ન્યાયશાસ્ત્રનો પુરતો વિકાસ થયો હોવા છતાંય શ્વેતાંબર કે દિગંબર સંપ્રદાયના કોઈ આચાર્યને ન્યાયાવતારની વ્યાખ્યાઓમાં માત્ર શાબ્દિક ફેરફાર સિવાય કશું ઉમેરવાપણું રહ્યું નથી. ઉપર્યુક્ત ગ્રંથોના અવલોકનથી સ્પષ્ટ થાય છે કે સિદ્ધસેનના માનસ ઉપર વેદ, ઉપનિષદ, સાંખ્ય, વૈશેષિક, બૌદ્ધ આદિ જૈનેતર દર્શનોના અભ્યાસની પ્રગાઢ અસર અંકિત થયેલી જોઈ શકાય છે. આમ, વિચારની પ્રૌઢતા એમનાં લખાણોની ચિરંજીવ બુનિયાદ છે. મલવાદીસૂરિ - આ જૈનાચાર્ય ક્ષત્રપકાલીન ગુજરાતના સહુથી પ્રધાન સાહિત્યસ્વામી અને ખ્યાત તત્ત્વજ્ઞ હતા. મલ્લવાદીના જીવનવૃત્તાંતને નિરૂપવા કાજે મુખ્ય આધાર પ્રબંધો છે, જેમાં એમના જીવન અંગે બે વિભિન્ન પરંપરા આપણને હાથવગી થાય છે. આમાંની એક પરંપરા મુજબ તેઓ વલભીના મૈત્રક રાજા શિલાદિત્યની બહેનના પુત્ર હોવાનું જણાય છે. આ પરંપરા જો કે વિશ્વસનીય નથી. બીજી પરંપરાનુસાર તેઓ ભરુકચ્છના જૈનાચાર્ય જિનાનંદની બહેન દુર્લભદેવીના ભાણેજ હતા. આ કથા વધુ શ્રધેય જણાય છે. એમનો સમય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy