SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રપકાલીન ગુજરાત વા. વિ. મિરાશીના વાચન મુજબ વર્ષ ૨૦૩માં મહાક્ષત્રપ ચાષ્ટ્રનના વંશજ રાજા મહાક્ષત્રપ ભર્તૃદામાના સમયમાં કાર્તિક માસના શુક્લ પક્ષની સાતમના દિવસે આ સ્મારકસ્તંભ ખોડાયો હતો અને તેનું પ્રતિસ્થાપન હરિહોવક ગોત્રના આભીર વસુરાકે કર્યું હતું અને જે વપનો પુત્ર, શ્વસનનો પૌત્ર અને ગુશનનો દૌહિત્ર હતો અને તેણે તેના માલિક રાજયેશ્વરની સ્મૃતિમાં આ લખાણ કોરાવેલું (વધુ વિગત વાસ્તે મિરાશીના લેખનો ઉપર્યુક્ત સંદર્ભ જોવો). ૨૪૦ આ લેખમાંથી આટલા મુદ્દા ઉદ્ભવે છે : (૧) સામાન્યતઃ પશ્ચિમી ક્ષત્રપોના શિલાલેખોમાં પ્રત્યેકમાં સત્તાધીશ રાજાનું નામ હોય જ છે. મેવાસાલેખમાં શાસનસ્થ રાજાનું નામ નથી, જે હોવું જોઈએ. (૨) લેખમાં ઉલ્લિખિત વર્ષ શક સંવતમાં હોવું જોઈએ. પરંતુ અહીં જે રીતે વર્ષનિર્દેશ થયો છે તેથી સંવત સંદર્ભે ઘણા મતભેદ ઉદ્ભવ્યા છે. (૩) સ્તંભનું પ્રસ્થાપન સામાન્ય રીતે વિદ્યમાન રાજાના કોઈ સંબંધીની સ્મૃતિમાં કે સત્તા સાથે સંલગ્નિત વ્યક્તિના સ્મરણમાં થયું હોય છે. (૪) આ બધાંનાં પરિણામે કયા સત્તાધીશ શાસકના સમયમાં આ સ્તંભ નિર્માણ પામ્યો એ બાબત નિર્ણિત કરવી મુશ્કેલ છે. શાસનસ્થ રાજાનો નામોલ્લેખ હોય તો સમય સૂચિત થઈ શકે છે. (૫) અથવા જો શક સંવતમાં વર્ષનો નિર્દેશ થયો હોય તો શાસનસ્થ રાજાનું નામ હાથવગુ થઈ શકે છે. (૬) પણ આ બંનેના સંદિગ્ધપણાને કારણે આ લેખ કોયડારૂપ બન્યો છે. મુખરજીના મત મુજબ નિર્દિષ્ટ સંદિગ્ધ વર્ષ ત્રૈકૂટક-કલ્યુરિ સંવતનું છે. પરંતુ ક્ષત્રપોના બધા લેખોમાં અને સિક્કાઓમાં નિર્દિષ્ટ વર્ષ તો શક સંવતનાં જ છે. આથી, મુખરજીનું મંતવ્ય સ્વીકાર્ય જણાતું નથી અને એમનાં અર્થઘટન પણ યોગ્ય ઠરતાં નથી. બીજું તેઓ આ લેખ રુદ્રસેન ૩જાના સમયમાં નિર્માયો હોવાનું મંતવ્ય દર્શાવે છે. આ પણ યોગ્ય નથી કેમ કે રુદ્રદામા રજો અને એનો પુત્ર રુદ્રસેન ૩જો ચાષ્ટનકુળના નથી, પણ ચોથા કુળના છે. ચોથા કુળના શાસકોનો ચાષ્ટનકુળ સાથેનો સંબંધ પ્રસ્થાપિત થયો નથી. બીજું અહીં બીજી પંક્તિમાં ભદ્રંદામાનો ઉલ્લેખ હોવાનો મત મિરાશીનો છે. જે અનામી રાજાના સમયમાં આ સ્મારક સ્તંભ ખોડાયો તે ભર્તૃદામાનો પુત્ર-પ્ર-પુત્ર હતો. સંસ્કૃતમાં આવી યોજના જોવા મળતી નથી. ક્ષત્રપોના કોઈ લેખમાં આવી અસામાન્ય પદ્ધતિના પ્રચારની માહિતી જોવા મળતી નથી. દૂરના પૂર્વજના ઉલ્લેખ સાથે શાસનસ્થ રાજાનો થયેલો ઉલ્લેખ ક્ષત્રપોનાં લખાણમાં ક્યાંય દર્શાવાયો નથી. વર્ષ શતે વ્યુત્તર એવું લેખમાંના શબ્દસમૂહનું વાચન મુખરજી ૩૦૦ હોવાનું સૂચવે છે, જ્યારે મિરાશી મુજબ એનો અર્થ સૂચવાયો છે ૨૦૩. મુખરજી આ ઉપરાંત ‘મહાક્ષત્રપના ૧૦૩મા વર્ષે' એવો મત દર્શાવે છે, જેય શક્ય નથી કેમ કે કોઈ રાજા ૧૦૩ વર્ષ સુધી શાસનસ્થ હોઈ શકે જ નહીં. આમ, પુત્ર-પ્ર-પુત્ર તથા વર્ષ શતે શ્રુત્ત એવા શબ્દસમૂહથી આ લેખ કોયડારૂપ બન્યો છે. પરન્તુ આ ગ્રંથલેખકે આ લેખનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું છે. તદનુસાર બીજી પંક્તિનો છેલ્લો શબ્દ રુદ્રસિંહ છે અને નહીં કે મતૃવામા. પ્રસ્તુત લેખ સાથે ભર્તૃદામા કોઈ રીતે સંલગ્નિત નથી કેમ કે તે ચાષ્ટન પછી દોઢેક સૈકા પછી રાજા બને છે. આ લેખની પહેલી જ પંક્તિમાં રાના મહાક્ષત્રપસ્ય વાદનસ્ય એવો ઉલ્લેખ છે. ભતૃદામા પેઢીઓ પૂર્વેના પૂર્વજનો ઉલ્લેખ કેવી રીતે For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy