SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ક્ષત્રપકાલીન ગુજરાત એ મત સાથે સહમત થાય છે કે આ શબ્દ સિક્કા માટે પ્રયોજાયો છે, પરંતુ એ ચાંદીના સિક્કાનું નામ છે એવું ભાંડારકરીય મંતવ્ય તેઓ સ્વીકારતા નથી; કેમ કે મૂડી એક પ્રકારના નામે અને વ્યાજ બીજા પ્રકારના નામે હોય એ શક્ય જણાતું નથી. શમૂને શબ્દમાં કુષાણોના સિક્કાનો અર્થ અભિપ્રેત છે એમ સ્વીકારી ચક્રવર્તી આ શબ્દ સોનાના સિક્કાના સંદર્ભમાં ઉપયોગાયો છે એવું માને છે. સુવર્ણ ઉલ્લેખ તો કુષાણોના સોનાના સિક્કાના અનુસંધાને વપરાયો જણાય છે; કેમ કે લેખમાં ૭૫000 કાર્દાપણ = ૨૦૦૦ સુવર્ણનો ગુણોત્તર આપેલો છે. પરંતુ આપણે અગાઉ અવલોકી ગયા કે પશ્ચિમી ક્ષત્રપો સ્વતંત્ર સત્તાધીશ રાજાઓ હતા (જુઓ આ ગ્રંથમાં પ્રકરણ પાંચ) અને કુષાણોના ઉપરાજ ક્યારેય ન હતા. તેમ જ કષ્કિનો સત્તાકાળ રુદ્રદામાના અમલના અંત પછી એટલે કે બીજી સદીના ઉત્તરાર્ધમાં હોવાનું આ ગ્રંથલેખક માને છે (જુઓ આ ગ્રંથમાં પ્રકરણ નવ) અને તેથી ભાંડારકર અને ચક્રવર્તીનાં મંતવ્ય સ્વીકાર્ય રહેતાં નથી. ક્ષત્રપોના સિક્કાનાં નામકરણના અનુસંધાનમાં બીજા એકબે નિર્દેશ છે. વિનયપિટલની સમંતપ્રસિવિલ ટીકામાં માલવ અને સૌરાષ્ટ્રના ચાંદીના સિક્કાને રુદ્રાક્ષ તરીકે ઓળખાવ્યા છે અને જેનું વજન અગાઉના કાર્દાપણથી ૩/૪ હતું. અન્ય બૌદ્ધગ્રંથોમાં પણ રુદ્રામ, દ્રામાદ્રિ, રુદ્રદામાવનિ જેવા રૂપ પ્રયોજાયેલાં જોવાં પ્રાપ્ત થાય છે. સરસ્થીપની માં રુદ્રામેળ, ૩પ્પવિતો એવી વ્યાખ્યા પણ રુદ્રામની જોવા મળે છે. સંવિન્નામાં હીંગની સાથોસાથ રવત્ત(ક્ષત્રપક) એવો પણ એક પ્રયોગ જોવા મળે છે. ઉપર્યુક્ત ચર્ચા ઉપરથી ક્ષત્રપ સિક્કાના નામ વિશે અસંદિગ્ધપણે સૂચવવું મુશ્કેલ છે. પરંતુ આભિલેખિક પુરાવાઓને વધારે શ્રદ્ધય ગણીએ તો નહપાનના ગુફાલેખોમાં જેનો ત્રણેક વખત ઉલ્લેખ છે તે દી૫ણ (કાર્દાપણ) શબ્દ ક્ષત્રપોના સિક્કાનું નામ હોવાનો સંભવ વધારે ઉચિત જણાય છે. સંવિઝામાંના રવૃત્ત સાથે હિીપળનો સાહિત્યિક નિર્દેશ આ સંભવનું સમર્થન કરે છે. કહેવાનું તાત્પર્ય એ કે પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના ચાંદીના સિક્કા પણ નામથી ઓળખાતા હતા. વજન, આકાર અને કદ રેપ્સન કહે છે કે નહપાનના ચાંદીના સિક્કા ભારતીય-ગ્રીક રાજાઓના અર્ધદ્રમ્મ જેવા હતા. તદનુસાર બધા ક્ષત્રપ રાજાઓએ અને એમના અનુગામી ગુપ્ત સમ્રાટોએ તથા સૈકૂટક શાસકોએ પણ આ પ્રકારનું વજન સિક્કા કાજે અપનાવ્યું હોવાનું જણાય છે. ગ્રીક રાજા મિનેન્ટરના સિક્કા ૩૨થી ૩૫ ગ્રેઈનના (લગભગ ૨ ગ્રામના) હતા. એટલે નહપાનના અને એના અનુગામી અન્ય ક્ષત્રપ રાજાઓના સિક્કા પણ એટલા જ વજનના હોવા જોઈએ એમ ફલિત થાય છે. ક્ષત્રપોના ચાંદીના સિક્કાનો વ્યાસ ૦.૫" થી ૦.૭"નો હોવાનું દર્શાવાય છે. બધા ક્ષત્રપ રાજાઓના બધા જ સિક્કા એક સરખા વ્યાસના નથી, જેમ એક સરખા વજનના નથી. આથી, ફલિત થાય છે કે વજન અને કદમાં થતી રહેલી વધઘટ એમના રાજ્યની આર્થિક સ્થિતિની વધઘટ પણ હોવાનું અનુમાની શકાય; જો કે આ ફલિતાર્થ અસંદિગ્ધ ગણી ના શકાય. આશરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy