SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ તેર ૨૨૫ લખાણ એ પ્રાકૃતનું લિયંતર છે એવા રેસનના મંતવ્યને સ્કૉટની સફળતાથી અનુમોદન મળ્યું. એમણે વચલો શબ્દ છેદરતા છે એમ ઉકેલી આપ્યો. સ્કૉટના વાચન મુજબનું ગ્રીક લેખનું સામાન્ય 2934 2414 2 34 : Panniw (<751), Iahapatac (59661H) 241 Nahattanac (76414). આલેખનશૈલી જે જમાનામાં વિશ્વસમસ્તમાં અને ભારતમાં વિશેષતઃ સિક્કાવિજ્ઞાનનું ખેડાણ અલ્પ માત્રામાં થયું હતું ત્યારે સિક્કાઓ ઉપર સુંદર રીતે ઉપસાવેલી અને મુખની પ્રત્યેક રેખાને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરતી રાજાની મુખાકૃતિનું આલેખન ધ્યાનાર્હ તો છે જ પણ ભારતીય સિક્કાવિદ્યાના ઇતિહાસમાં પશ્ચિમી ક્ષત્રપોનું એ મહામૂલું યોગદાન છે. પશ્ચિમી ક્ષત્રપોના સિક્કા ઉપર વ્યક્ત પામેલી રાજાની મુખાકૃતિ એક પાર્શ્વ (પ્રોફાઈલ) ચિત્ર જેવી છે; છતાંય સુરેખ અને સ્પષ્ટ છે. રાજાના વાંકડિયા અને લાંબા વાળ ખસૂસ સુંદર રીતે આલેખાયેલા છે. માથા ઉપર લશ્કરી સૈનિકના ટોપ જેવું કશુંક પરિધાન કરેલું જોઈ શકાય છે. આંકડા વાળેલી મૂછો સરસ રીતે વ્યક્ત થઈ છે. કંઠના ભાગે રૂપાંકનયુક્ત સાંકડી પટી જેવું કંઈક છે, જે ઈરાની ઢબના લાંબા કોટનો કૉલર હોવા સંભવે છે. કાનમાં કુંડળ શોભી રહ્યાં છે. આમ, મુખાકૃતિનું સમગ્ર આલેખન બધા સિક્કાઓમાં લગભગ એક સરખી શૈલીમાં અભિવ્યક્ત થયેલું જણાય છે. આથી, સમગ્રતયા આલેખનશૈલી વિકસિત કારીગરીનું સૂચન કરે છે. સિક્કાનું નામ : શ્રાપ નહપાનના સમયના નાસિક ગુફાના બે લેખમાં એના જમાઈ ઉષવદારે આપેલા દાનના સંદર્ભથી આ અંગેની માહિતી ઉપલબ્ધ થાય છે. એમાં હાપા (#ÍપVT) શબ્દ ત્રણેક વખત નિર્દેશાયો છે. આથી, એવું અનુમાની શકાય કે આ સિક્કા, ખાસ કરીને ચાંદીના, વાર્ષીપળ નામથી ઓળખાતા હશે. રેસન આ સિક્કાઓને નિઃશંકપણે આ નામથી ઓળખાવે છે. પ્રસ્તુત શબ્દ સિક્કાના સંદર્ભે આપણા દેશમાં પૂર્વકાલથી પ્રયોજાતો આવ્યો છે. પાલિગ્રંથોમાં અને પાણિનિના મછાધ્યાયી ગ્રંથમાં ચાંદીના સિક્કાને ÍપUા કહ્યા છે.... કૌટિલ્યના ૩૫ર્થશાસ્ત્રમાં ઘણી જગ્યાએ આ નામના સિક્કાના સંદર્ભ હાથવગા થયા છે ૯. મનુસ્મૃતિ અને યાજ્ઞવસ્કૃતિમાં આ શબ્દ નિર્દેશિષ્ટ છે. જો કે મનુ કાર્ષાપણને તાંબાના સિક્કાના સંદર્ભમાં ઉલ્લેખ છે. Tષપાતુ વિસ્તાખ્રિવેશ: #ifષ: (:૦૪૦ ૩ વિજ્ઞા ગ્રંથમાં હાપણનો ઉલ્લેખ છે. આ બધા સંદર્ભથી સૂચિત થાય છે કે આપણા દેશમાં ઈસ્વીપૂર્વ ૭મી-૬ઠ્ઠી સદીથી આ શબ્દ પ્રચલિત હતો. Bર્ષ અને પા એ શબ્દથી બનેલો સામાસિક શબ્દ તે પળ. એક પ્રકારનું વજન છે. તેથી વર્ષના વજનનો સિક્કો તે Íપ૨. કનિંગહમ ઉન કર્ષણનું બીજ ગણે છે. વાચસ્પતિ વિપીત(બહેડા)ના વૃક્ષનું ફળ તે એવો નિર્દેશ કરે છે. નહપાનના સમયના ગુફાલેખોમાં કુશળમૂત્તે અને સુવર્ણ એવાં બે નામ પણ જોવા મળે છે. ઉભય શબ્દના અર્થ સંદિગ્ધ જણાય છે. પ્રથમ શબ્દ રેપ્સનના મતે શંકાસ્પદ છે. દે. રા. ભાંડારકરના મતે આ શબ્દ નહપાનના ચાંદીના સિક્કા માટે પ્રયોજાયો છે. અને એણે એના કુષાણ અધિપતિ રાજાની સ્મૃતિમાં આ નામ આપ્યું હોવાનું સૂચવાયું છે. એસ. ક. ચક્રવર્તી ભાંડારકરના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy