SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ભર્તુદામા વિશ્વસેન ક્ષત્રપકાલીન ગુજરાત ૧૧. સંપદામાં ૧૪૪થી ૧૪૫ ૧૪૪ પૃથિવીષેણ ૧૨. દામસેન ૧૪૫થી ૧૫૮ ૧પ૪થી ૧૫૫ ) દામજદશ્રી રજો ૧૫૬થી ૧૬૦ ઈ વીરદામાં ૧૩. યશોદામાં ૧લો ૧૬૦થી ૧૬૧ ૧૬૦, ૧૬૦થી ૧૬૧ યશોદામા ૧લો, વિજયસેન ૧૪. વિજયસેન ૧૬૧થી ૧૭૨ ૧૫. દામજદશ્રી ૩જો ૧૭૨થી ૧૭૭ ૧૬. રુદ્રસેન રજો ૧૭૮થી ૧૯૯ ૧૯૦, ૧૯૭થી ૨૦૦ વિશ્વસિંહ ૧૭. વિશ્વસિંહ ૨૦૦થી ૨૦૧ ૨૦૧થી ૨૦૪ ૧૮. ભર્તુદામા ૨૦૪થી ૨૨૦ ૨૦૫થી ૨૦૬ ૨૧૪થી ૨૨૬ ૧૯. - ૨૨૬થી ૨૩૭ રુદ્રસિંહ રજો ૨૦. - ૨૩૭થી ૨૫૪ યશોદામા રજો ૨૧. - ૨૫૪થી ૨૭૦ ૨૨. રુદ્રસેન ૩જો ૨૭૦થી ૩૦૨ ૨૩. સિંહસેન ૩૦૪થી ૩૦૬ ૨૪. રુદ્રસિંહ ૩જો ૩૧૦થી ૩૩૭ ઉપર્યુક્ત કોષ્ટકના સૂક્ષ્મ અવલોકનથી સ્પષ્ટ થાય છે કે ક્રમાંક ૧૨ના અપવાદ સિવાય ક્યાંય મહાક્ષત્રપના અંતભાગમાં ક્ષત્રપનો અધિકાર કોઈને સોંપાયો હોવાનું જોવા મળતું નથી. ક્રમાંક ૧૬માં મહાક્ષત્રપના અમલના મધ્યભાગથી ક્ષત્રપનો અધિકાર કોઈને સોંપાયો હોવાનું સૂચિત થાય છે. ક્રમાંક ૧૮માં તો મહાક્ષત્રપ અને ક્ષત્રપ સ્પષ્ટતઃ સાથોસાથ જોઈ શકાય છે. આથી, પરમેશ્વરીલાલનું ઉપર્યુક્ત અનુમાન નિરાધાર રહે છે. અહીં એટલું જરૂર કહી શકાય કે ક્ષત્રપપ૮ સામાન્યતઃ સગીર વય પૂરી થતાં આપવામાં આવતું હશે. સનપદ્ર ધારણ કરનાર ક્ષત્રપને સિક્કા-નિર્માણ કરવાનો અધિકાર રહેતો. ક્ષત્રપ તરીકેના અમલને કારણે મહાક્ષત્રપને રાજયવહીવટમાં મદદ મળતી એટલું જ નહીં પણ એના ઉત્તરાધિકારીને (એટલે કે ક્ષત્રપપદ ધારણ કરનાર યુવરાજને) રાજ્યવહીવટની પૂર્વતાલીમ પણ પ્રાપ્ત થતી હતી. આથી ક્ષત્રપ રાજા જ્યારે મહાક્ષત્રપ રાજા તરીકેનો હોદો ધારણ કરતો ત્યારે રાજયસંચાલન કરવામાં, પૂર્વ અનુભવને કારણે, એને સારી સરળતા રહેતી એવો ખ્યાલ આ પદ્ધતિ પડછે હોવાનો સંભવ વિચારી શકાય. ઉપરાંત ભાવિ મહાક્ષત્રપ તરીકે એનું નામ પ્રજામાં પ્રતિષ્ઠિત થતું હોવાની હકીકત પણ સંભવે છે. પરિણામે પ્રજા પોતાના ભાવિ શાસકની શક્તિઓથી અને કાર્યશૈલીથી સંપ્રજ્ઞાત રહેતી. ટૂંકમાં, ક્ષત્રપોમાં સંયુક્ત રાજ્યપ્રણાલિના અસ્તિત્વનો ખ્યાલ આથી આપણને અવગત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy