SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ક્ષત્રપકાલીન ગુજરાત છે કે પૃષ્ઠભાગની છાપ ક્ષત્રપ તરીકેની ડાઈથી પડેલી હોય. આ પ્રકારની ભૂલો તેમના મતે ભારતીય સિક્કાઓમાં સામાન્યપણે જોવા મળે છે. એટલે અત્યાર સુધીનાં આ બધાં મંતવ્યોનો અસ્વીકાર કરી ગુપ્ત ઈશ્વરદત્તને એક સદી જેટલો પાછળ મૂકે છે અર્થાત્ શક વર્ષ ર૭૪ અને ૨૮૩ (ઈસ્વી ૩૫૨ અને ૩૬૧)ની સમયાવધિમાં સત્તાધીશ હોવાનું સૂચવે છે૧૫.. દિનેશચંદ્ર સરકારનો અભિપ્રાય ઈશ્વરદત્તની એના સિક્કા ઉપરની મુખાકૃતિ અને અક્ષરના મરોડ પરત્વેની રેસનની દલીલોના આધારે દિનેશચંદ્ર સરકાર, પરમેશ્વરીલાલ ગુપ્તના નિર્દિષ્ટ મતનો અસ્વીકાર કરે છે; કેમ કે ગુપ્ત ઈશ્વરદત્તને સ્વામી મહાક્ષત્રપ રુદ્રસેન ૩જાના અમલ દરમ્યાનના ખાલી ગાળામાં ગોઠવે છે જે બાબત આપણે હમણાં અવલોકી. દિનેશચંદ્ર સરકારના અભિપ્રાય મુજબ ઈશ્વરદત્તના સિક્કાઓમાંના લખાણના અક્ષરોના મરોડ સ્વામી રુદ્રસેન ૩જાના સિક્કાઓ ઉપરના લખાણના મરોડ કરતાં ઘણા વહેલી મૂકી શકાય. તેઓ પરમેશ્વરીલાલના હકીકતદોષનો ઉલ્લેખ કરી કહે છે કે ઈશ્વરદત્તના બે વર્ષના અમલને શક વર્ષ ર૭૩થી ૨૮૪ની વચ્ચેના લાંબા ગાળામાં કેવી રીતે મૂકી શકાય. વળી દિનેશચંદ્ર શિરવાલમાંથી૧૯ અને પેટલુરિપલેમમાંથી પ્રાપ્ત થયેલા ઈશ્વરદત્તના સિક્કાઓ સાથે સ્વામી મહાક્ષત્રપ રુદ્રસેન ૩જાના (ઈસ્વી ૩૪૮થી ૩૮૦) સિક્કા મળ્યા નથી, એ તરફ ગુપ્તનું ધ્યાન દોરીને ઈશ્વરદત્તના અમલને રુદ્રસેન ૩જાના સત્તાકાળ દરમ્યાન ન મૂકી શકાય એમ સૂચવે છે અને તેથી સરકાર અગાઉ જે દે.રા.ભાંડારકરના૨ મતને અનુસરતા હતા તે હવે પોતે અભિપ્રાય બદલીને રેપ્સનના મતને અનુસરે છે અર્થાત્ ઈશ્વરદત્તને વર્ષ ૧૫૯(ઈસ્વી ૨૩૭)ની આસપાસ ગોઠવે છે. પરંતુ સોનેપુરનિધિમાંથી૨૪ વર્ષ ૧૫૯નો મહાક્ષત્રપ તરીકેનો સિક્કો મળ્યો છે, જેથી દિનેશચંદ્ર સરકારનો મત સ્વીકારી શકાય નહીં. પરમેશ્વરલાલ ગુપ્તની પુનર્વિચારણા આ પછીથી ગુપ્તએ ક્ષત્રપ સિક્કાના નિધિઓમાંથી પ્રાપ્ત ઈશ્વરદત્તના સિક્કાના સ્થાન સંદર્ભે વધુ ચોક્સાઈ કરી પોતાના અગાઉનાં મંતવ્યમાં ૨૫ કેટલાક ફેરફાર કર્યા અને હવે દિનેશચંદ્ર સરકારે જણાવેલા બે નિધિ ઉપરથી ઈશ્વરદત્ત સ્વામી મહાક્ષત્રપ રુદ્રસેન ૩જાની પહેલાં થયો હોવાની બાબત પરમેશ્વરીલાલ સ્વીકારે છે. જૂનાગઢમાંથી મળેલા પ૨૦ સિક્કાના નિધિમાં રુદ્રસેન ૧લાથી ભર્તુદામા સુધીના ક્ષત્રપ રાજાઓના સિક્કા મળ્યા છે, પણ ઈશ્વરદત્તનો એકેય સિક્કા એમાં નથી. આથી એવું અનુમાન કરે છે કે ઈશ્વરદત્ત ભર્તુદામાના સત્તાકાળ પૂર્વે સત્તાધીશ હોય એ સંભવે નહીં૨૭. ઈશ્વરદત્તના રાજ્યની આ પૂર્વમર્યાદા અને ઉત્તરમર્યાદા ઉપરથી એમના અમલનો સમય આમ ભર્તુદામા અને રુદ્રસેન ૩જાના રાજય-અમલની વચ્ચે હોવો જોઈએ. ઉપસંહાર પશ્ચિમી ક્ષત્રપ શાસકોમાંના મહાક્ષત્રપોના જ્ઞાત સિક્કાઓમાં ભર્તુદામાના શક વર્ષ ૨૨૧ (ઈસ્વી ૨૯૯)ના સિક્કા પછી છેક શક વર્ષ ૨૬૯(ઈસ્વી ૩૪૭) સુધીના સિક્કા મળતા નથી. પરંતુ આ ગાળા દરમ્યાન ક્ષત્રપ તરીકેના આ શાસકોના સિક્કા શક વર્ષ ૨૨૨થી ૨૫૪ સુધીના મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy