SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ પરિશિષ્ટ આઠ ઈશ્વરદત્ત ઈસ્વી ૨૪૯માં (એટલે શક વર્ષ ૧૭૦-૭૧માં) ગાદીએ બેઠો હતો અને એણે સૈકૂટકકલચુરિ-ચેદિ સંવત શરૂ કર્યો. રેપ્સનનું મંતવ્ય તે પછી ઉપલબ્ધ થયેલા સિક્કાઓના અનુસંધાને રેપ્સને સૂચવ્યું કે શક વર્ષ ૧૭૧થી ૭૬ સુધીના મહાક્ષત્રપ તરીકેના સિક્કાના કાલાનુક્રમમાં કોઈ ખાલી ગાળો નથી. આથી અનુમાની શકાય કે ઈસ્વી ૨૪૯માં ઈશ્વરદત્તના રાજ્યારંભનું ભગવાનલાલ નિર્દિષ્ટ મંતવ્ય સ્વીકાર્ય બનતું નથી. ઈશ્વરદત્તના સિક્કાઓ ઉપરની મુખાકૃતિમાંનાં આંખનાં નિરૂપણની ઢબથી તેના રાજય અમલને રેપ્સન શક વર્ષ ૧૨૭ (ઈસ્વી ૨૦૫) અને ૧૭૦(ઈસ્વી ૨૪૮)ની વચ્ચેના સમયગાળામાં ગોઠવે છે. ઉપરાંત તેમણે કેટલાક અન્ય મુદ્દાઓ પણ આ બાબતે રજૂ કર્યા છે; જે ઈશ્વરદત્તના રાજ્યોમલને વધુ મર્યાદિત બનાવે છે : (૧) ઈશ્વરદત્તની મુખાકૃતિ વીરદામા, યશોદામાં ૧લો અને વિજયસેનની મુખાકૃતિઓ સાથે વધારે સામ્ય ધરાવે છે. આ ત્રણ ક્ષત્રપી રાજાઓ વર્ષ ૧૫૬ અને ૧૭૨ (ઈસ્વી ૨૩૪ અને ૨૫૦) વચ્ચે સત્તાધીશ હતા. (૨) ઈશ્વરદત્તના સિક્કાઓ પરનાં લખાણમાંના ક્ષ અક્ષરનો મરોડ શક વર્ષ ૧૬૦ (ઈસ્વી ૨૩૮) પછીનો હોવાનું જણાય છે. આ બે મુદ્દાઓ નજર સામે રાખી રેપ્સન ઈશ્વરદત્તના સત્તાકાળને શક વર્ષ ૧૫૮ (ઈસ્વી ૨૩૬) અને ૧૬૧ (ઈસ્વી ૨૩૯)ની વચ્ચે મૂક્વા પ્રયત્ન કરે છે. એટલે કે ઈસ્વી ૨૪૯માં સૈકૂટક સંવતના થયેલા આરંભના દશ વર્ષ પહેલાં મૂકી શકાય. પરંતુ દામસેનનો મહાક્ષત્રપ તરીકેનો વર્ષ ૧૫૦નો સિક્કો મળી આવતાં રેપ્સન પોતાના અગાઉના મંતવ્યને વધુ મર્યાદિત અને નિશ્ચિત કરી ઈશ્વરદત્તને શક વર્ષ ૧૫૯-૬૦ (ઈસ્વી ૨૩૭-૩૮)માં સત્તાધીશ દર્શાવે છે, જ્યારે ક્ષત્રપ તરીકે વીરદામા રાજય કરતો હતો. દે.રા.ભાંડારકર શું કહે છે ? રેસનના સમયમાં વર્ષ ૧૫૯ અને ૧૬૦ના સિક્કાઓ પ્રાપ્ત થયા ન હતા. પરંતુ રાજસ્થાનમાં આવેલા સર્વાણિયામાંથી ઉપલબ્ધ ક્ષત્રપ સિક્કાઓના નિધિમાં યશોદામાં ૧લાનો મહાક્ષત્રપ તરીકેનો સિક્કો વર્ષ ૧૬૦નો હતો. આ સિક્કાનિધિની ચર્ચા કરતાં દે.રા.ભાંડારકર રેપ્સનની દલીલોની સાધકબાધક ચર્ચા કરી ઈશ્વરદત્ત શક વર્ષ ૧૧૦ (ઈસ્વી ૧૮૮) અને ૧૧૩(ઈસ્વી ૧૯૧)ની વચ્ચે સત્તાધીશ હોવાનું મંતવ્ય અભિવ્યક્ત કરે છે; કારણ કે મહાક્ષત્રપ રુદ્રસિંહ ૧લાના વર્ષ ૧૧૦ અને ૧૧૨ના ક્ષત્રપ તરીકેના સિક્કા મળ્યા છે. એટલે આ સમયગાળા દરમ્યાન આભીર ઈશ્વરદત્તે ક્ષત્રપ પ્રદેશો જીતી લઈ સત્તા પ્રાપ્ત કરી હોય અને તેના મદદનીશ તરીકે રુદ્રસિંહ ૧લો રાજ્ય કરતો હોય. પરંતુ પરમેશ્વરીલાલ ગુપ્ત ગ્વાલિયર સંગ્રહાલયમાંના રુદ્રસિંહ ૧લાના મહાક્ષત્રપ તરીકેના એક સિક્કા ઉપર વર્ષ ૧૧૨નું વાંચન કર્યું છે. તેથી તે જ વર્ષના સિક્કા ઉપરના રેપ્સનના ક્ષત્રપ પાઠ વિશે ગુપ્ત શંકા દર્શાવી છે. પરંતુ વર્ષ ૧૧૧નો ક્ષત્રપ કે મહાક્ષત્રપ તરીકેનો રુદ્રસિંહનો સિક્કો તેમની જાણમાં હોય એમ જણાતું નથી. આથી માત્ર વર્ષ ૧૧૦ના ક્ષત્રપ તરીકેના સિક્કાઓ તેની મુખ્ય સત્તાની પડતીનું સૂચન કરતા નથી એમ દર્શાવી ગુપ્ત એવો અભિપ્રાય અભિવ્યક્ત કરે છે કે સિક્કાઓ પાડનારની ભૂલનું આ પરિણામ છે, એટલે સંભવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy