SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ક્ષત્રપકાલીન ગુજરાત ૧૮. આપણે અવલોક્યું કે દક્ષિણના સાતવાહન રાજાને બે વખત હરાવ્યા છતાંય એનો પ્રદેશ પાછો આપ્યો એમાં રદ્રદામાની રાજકીય કારકિર્દીની ઉદારતાનાં દર્શન થાય છે જેનો પ્રતિઘોષ પછીના સમયમાં ગુપ્ત રાજા સમુદ્રગુપ્ત, દક્ષિણના પ્રદેશો જીત્યા પછી પણ તેને ખાલસા ન કરી, બતાવેલા રાજકીય ડહાપણમાં સ્પષ્ટ રીતે સંભળાય છે. આમ, આ બાબતે રુદ્રદામા સમુદ્રગુપ્તનો પુરોગામી આદર્શ રાજા હતો. ૧૯. આ બધી વિદ્યાઓ, શિક્ષણ પદ્ધતિઓ અને લલિતસાહિત્યની વિગતવાર ચર્ચા માટે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ પંદર અને સોળ. ૨૦. જુઓ : અપીચત્ (4) મા વિષ્ટિપ્રક્રિયામ: પૌરનાનપદું – સ્વસ્મોસા (ન) મદતા ધનને મનતિમત્તા ાનેન ત્રિશુદ્રઢત્તરવિસ્તારયામં સેતુ વિધા......()નતરે રિમિતિ | ૨૧ સને સ્થાને સ પાઠ વધારે બંધ બેસે છે. જુઓ : અગાઉની પાદનોંધ ૨, અહીં આ યુક્તાક્ષરનો ઉચ્ચાર ન જેવો થતો હોઈ સામગ્સને સ્થાને રામન પ્રયોજાયેલું જણાય છે. ૨૨. અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે દામજદશ્રીના ક્ષત્રપ તરીકેના રાજયાધિકાર ભોગવતા રુદ્રસિંહના સિક્કાઓ સમયનિર્દેશયુક્ત છે. તો આ જ સમયના દામજદશ્રીના મહાક્ષત્રપ તરીકેના સિક્કાઓ ઉપર સમયનિર્દેશ જોવા મળતો નથી. સંભવ છે કે દામજદશ્રીના રૂઢિચુસ્ત સ્વભાવે એને એના પુરોગામીઓનું જ અનુકરણ કરવા વિશેષ પ્રેર્યો હોય. ૨૩. બૉગે., પુસ્તક ૧, ભાગ ૧, પૃષ્ઠ ૪૧-૪૨. ૨૪. કેટલૉગ., પ્રસ્તાવના ફકરો ૯૭. ૨૫. આપણે નોંધ્યું છે કે રેપ્સનના મત મુજબ (જુઓ : પાદનોંધ ૨૩ અને ૨૪) સમય નિર્દેશવાળા સિક્કાઓની શરૂઆત જીવદામાથી થયેલી; જીવદામાના એક સિક્કા ઉપરનું વર્ષ ૧૦૦ છે એમ માનીને. પરંતુ જીવદામાના સિક્કા પરનાં જ્ઞાત વર્ષ ૧૧૯ પૂર્વેનાં નથી. તેથી આ મંતવ્ય સ્વીકાર્ય બનતું નથી. ૨૬, જયદામાં, રદ્રદામાં, દામજદ, જીવદામાં વગેરેમાં ઉત્તરપદ ટ્રામ અને નંદ્ર વિદેશી ભાષાની અસર સૂચવે છે; જ્યારે રુદ્રસિંહના નામનાં પૂર્વપદ (રુદ્ર) અને ઉત્તરપદ (સિંહ) બંને સંસ્કૃત ભાષાનાં છે. ૨૭. કેટલૉગ., પ્રસ્તાવના ફકરો ૯૯, કદાચ કોઈ વિદેશી સત્તાએ આક્રમણ કર્યું હોય એવું સૂચન પણ કરે છે (એજન). ૨૮. આસઇરી. ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૨૨૭થી; અને વાગુએ., પૃષ્ઠ ૪૭થી ૪૯ અનુક્રમે અળતેકર એક સાથે રેસન અને ભાંડારકર બંનેના મતને અનુસરે છે. (એજન). ૨૯. આ બાબતની વીગતવાર ચર્ચા માટે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ઠ આઠ તથા આ જ ગ્રંથલેખકનો લેખ “રાજા મહાક્ષત્રપ ઈશ્વરદત્તનો સમય', સ્વાધ્યાય, વર્ષ ૫, પૃષ્ઠ ૧૦૬થી. ૩૦. શક્સ ઇન ઇન્ડિયા, પૃષ્ઠ ૬૫. આ જ પ્રકારની અટકળ સુધાકર વર્ષ ૧૦૧થી ૧૦૩ના ખાલી ગાળા વિશેય કરે છે. રુદ્રસિંહના વર્ષ ૧૦૩ના ગૂંદાના ક્ષત્રપ તરીકેના લેખમાં એના સેનાપતિ આભીર રૂદ્રભૂતિનો ઉલ્લેખ છે. આ ઉપરથી તેઓ એવું અનુમાન કરે છે કે આભીર રદ્રભૂતિ વધારે શક્તિશાળી સેનાપતિ હોય અને તેથી તેણે સત્તા છીનવી લીધી હોય અને આ કારણે જીવદામા રાજય છોડી ભાગી ગયો હોય તેમ જ રુદ્રસિંહ ક્ષત્રપ તરીકે સત્તા ભોગવવા સહમત થયો હોય (એજન). પરંતુ આ કેવળ અટકળ છે અને એમાં તથ્ય જણાતું નથી; કેમ કે રુદ્રસિંહ ગુરુબંધુ દામજદશ્રીના ક્ષત્રપ તરીકે સત્તાધીશ હતો. દામજદશ્રીએ પોતાના પુત્રને નહીં પણ અનુજને-રુદ્રસિંહને ક્ષત્રપનો અધિકાર સુપરત કર્યો હતો. ૩૧. જરૉએસો., ૧૮૯૯, પૃષ્ઠ ૩૭૯ અને કેટલૉગ, ફકરો ૧૦૧. અળતેકરે રેપ્સનના અગાઉના સૂચનના આધારે સત્યદામાને જીવદામાનો અનુજ માન્યો હતો (વાડુએ., પૃષ્ઠ ૪૭થી) . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy