SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ક્ષત્રપકાલીન ગુજરાત રુદ્રસિંહ રુદ્રસિંહ રુદ્રસિંહ રુદ્રસિંહ રુદ્રસિંહ ૧૧૭ ૧૦૯ રુદ્રસિંહ રુદ્રસિંહ ૧૧૦ રુદ્રસિંહ ૧૧૧ ૧૧૨ દ્રસિંહ રુદ્રસિંહ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ રુદ્રસિંહ રુદ્રસિંહ ૧૧૮ રુદ્રસિંહ ૧૧૯ રુદ્રસિંહ અને જીવદામા). - ૧૨૦ રુદ્રસેન ૧લો જીવદામા પ્રસ્તુત કોઇકની વિગતોથી કેટલીક સમસ્યાઓ ઉદ્દભવે છે : (૧) રુદ્રસિંહ વર્ષ ૧૦૨ તથા ૧૦૩ દરમ્યાન ક્ષત્રપ અને મહાક્ષત્રપ ઉભય રીતે સત્તાધીશ કેવી રીતે હોઈ શકે ? (૨) ગૂંદાના શિલાલેખોથી સ્પષ્ટ થાય છે કે તે વર્ષ ૧૦૩ના વૈશાખમાં ક્ષત્રપ હતો. આથી એના સિક્કા પરનાં વર્ષ ૧૦૦ અને ૧૦૩ના વાંચન એના ક્ષત્રપપદ સાથે ગોઠવી શકાય છે. (૩) સંભવ છે કે વર્ષ ૧૦૩ના ઉત્તર ભાગમાં એણે મહાક્ષત્રપ તરીકે સત્તા સંભાળી હોય. તેથી તેના તે વર્ષ પૂરતા સિક્કા ક્ષત્રપ અને મહાક્ષત્રપ એમ ઉભય પ્રકારના હોઈ શકે છે. પરંતુ વર્ષ ૧૦૧ અને ૧૦૨માં તે મહાક્ષત્રપ તરીકે સત્તાધીશ હોવાનું સંભવે નહીં. (૪) આથી એના સિક્કાઓ ઉપરનાં વાચનમાં કાં તો વર્ષની સંખ્યાનો અથવા તો રાજાના બિરુદનો પાઠ સંદિગ્ધ ગણાય. (૫) એવી જ રીતે વર્ષ ૧૦૯, ૧૧૦ અને ૧૧૨ દરમ્યાન એ ક્ષત્રપ અને મહાક્ષત્રપ ઉભય હોદ્દા ઉપર હોવાનો ભાસ એના સિક્કાના વાચન ઉપરથી થાય છે. (૬) આ વર્ષો દરમ્યાન જો કે આ રાજા કોઈ કારણે મહાક્ષત્રપપદેથી ક્ષત્રપપદે ઊતરી ગયો હોય એટલે કે એની પાસેથી કોઈએ સત્તા છીનવી લીધી હોય એવી અટકળ પ્રચારિત થઈ છે. પરંતુ સીધા પુરાવાની અનુપરિસ્થિતિમાં આ અટકળ સ્વીકાર્ય બનતી નથી. (૭) સંભવ છે કે બંને બિરુદ એક સાથે વર્ષ ૧૦૯ કે/અને ૧૧૨માં હોઈ શકે, પરંતુ વર્ષ ૧૧૦માં સંભવે નહીં. આમ, વર્ષ ૧૦૧, ૧૦૨ તથા પ્રાયઃ ૧૦૯થી ૧૧૨ (અથવા ઓછામાં ઓછું ૧૧૦)ના વાચન પરત્વે વર્ષનિર્દેશક સંખ્યા કે બિરુદમાં ભૂલ રહેલી હોવાનો સંભવ નકારી શકાય નહીં. અથવા એવું પણ બને કે એની સત્તામાં ક્યાંય ગરબડ થઈ હોય. પણ તેના સાપેક્ષ પુરાવા પ્રાપ્ય નથી. વળી જે વર્ષોના રુદ્રસિંહના મહાક્ષત્રપ તરીકેના સિક્કા મળ્યા છે તે વર્ષોના બીજા કોઈ રાજાના ક્ષત્રપ તરીકેના સિક્કા અદ્યાપિ મળ્યા નથી તથા જે વર્ષોના એના ક્ષત્રપ તરીકેના સિક્કાઓ ઉપલબ્ધ છે તે સમયના અન્ય શાસકના મહાક્ષત્રપ તરીકેના સિક્કા મળતા જ નથી. આથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy