SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સાત ૧૧૯ થાય છે કે રુદ્રદામાના રાજયમાં આનર્ત અને સુરાષ્ટ્ર પ્રાંતીય દરજ્જો ધરાવતા અગ્રણી વિસ્તાર હતા. આ પ્રાન્તના વહીવટ વાતે રુદ્રદામાએ પલ્લવ જાતિના કુલૈમના પુત્ર અમાત્ય સુવિશાખને સૂબા તરીકેનો અખત્યાર સોંપ્યો હતો. સુવિશાખ અર્થકારણ, ધર્મ અને વ્યવહારની ઊંડી સમજદારી ધરાવતો વહીવટદાર હતો. તે સ્વભાવે શાંત, સંયમી અને નિરાભિમાની હતો. ભ્રષ્ટાચારના ભોરિંગથી મુક્ત હતો. એના સત્તાસમય દરમ્યાન શક વર્ષ ૭૨ (ઈસ્વી ૧૫૦)માં અતિવૃષ્ટિને કારણે ગિરનારમાંથી નિકળતી નદીઓમાં આવેલા ભારે પૂરને કારણે જૂનાગઢના સુદર્શન તાકનો સેતુ તૂટી ગયો ત્યારે તેણે એને સમજાવવા માટે અધિપતિને ભલામણ કરી, પણ મહાક્ષત્રપના મતિસચિવોએ અને કર્મસચિવોએ એનો વિરોધ કર્યો ને સેતુ પુનઃ નહિ બંધાય એવી નિરાશાથી પ્રજામાં હાહાકાર પ્રવર્યો. ત્યારે પૌરજનો અને જાનપદજનોના અનુગ્રહાર્થે સુવિશાખ સેતુ સમરાવી રાજાનાં ધર્મ-કીર્તિ-યશમાં અભિવૃદ્ધિ કરી. મહાક્ષત્રપ સૂબાના અભિગમના પરિપ્રેક્ષ્યમાં પ્રજાને કર, વિષ્ટિ કે પ્રણયક્રિયા(અપેક્ષા)થી પીડ્યા વિના પોતાના કોશમાંથી પુષ્કળ ધન ખરચીને થોડા વખતમાં અગાઉના કરતાંય ત્રણગણો વધુ દઢ સેતુનું નિર્માણ કરીને, દુદર્શન બનેલા એ સરોવરને (સુદર્શનને) વધારે સુદર્શન બનાવ્યું. આમાં રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનું ઉદાર ચરિત અભિવ્યક્ત થાય છે તેમ સૂબા સુવિશાખના પ્રજાકલ્યાણી અભિગમનાં દર્શન થાય છે. દામજદશ્રી ૧લો રુદ્રદામાનો જયેષ્ઠ પુત્ર અને રાજયસત્તામાં અનુગામી. દામજદશ્રી ૧લાના ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકેના સમયનિર્દેશ વિનાના ચાંદીના ત્રણ પ્રકારના સિક્કા ઉપલબ્ધ થયા છે; જેમાંના બે પ્રકારમાં ટ્રા-પ્સ કે ટામગ્સતરીકે અને ત્રીજામાં તાશ્રી તરીકે એને ઓળખાવ્યો છે. - રુદ્રદામાને બીજો પુત્ર હતો રુદ્રસિંહ નામનો. એના સિક્કાઓ ક્ષત્રપ તરીકે અને મહાક્ષત્રપ તરીકેના ઉપલબ્ધ છે. ખાસ ધ્યાનાર્ય બાબત એ છે કે તેમાં વર્ષસૂચક સંખ્યા અંકિત થયેલી છે; જે બાબતનો અભાવ દામજદશ્રીના સિક્કામાં સ્પષ્ટ વર્તાય છે. આથી દામજદશ્રી રુદ્રદામાનો જયેષ્ઠ પુત્ર હોઈ શકે કેમ કે એના સિક્કાઓ એના પુરોગામીઓની જેમ સંખ્યાનિર્દેશ વિનાના છે. આપણે અવલોકી ગયા કે સિક્કાઓ ઉપર વર્ષનિર્દેશક સંખ્યા આપવાની શરૂઆત રુદ્રસિંહના સમયથી જણાય છે. આ બાબત પણ દામજદશ્રી અગ્રજ હતો અને રુદ્રસિંહ અનુજ હતો તેનાથી પુરવાર થાય છે. દામજદશ્રીના ક્ષત્રપ તરીકેના સિક્કાઓથી અનુમાની શકાય કે એ એના પિતાની હયાતીમાં મહાક્ષત્રપના મદદનીશ તરીકે (ક્ષત્રપ તરીકે) અધિકાર ભોગવતો હતો. એટલે કે ઈસ્વી ૧૫૦ સુધીમાં એ ક્ષત્રપનું પદ પામ્યો હોય અને પિતાના મૃત્યુ પછી તે મહાક્ષત્રપ તરીકેના ઉત્તરાધિકારીનું પદ પામ્યો હોય. એના અનુજ રુદ્રસિંહના શક વર્ષ ૧૦૨ અને ૧૦૩ના ક્ષત્રપ તરીકેના સિક્કા તેમ જ વર્ષ ૧૦૩નો ક્ષત્રપ તરીકેનો શિલાલેખ પ્રાપ્ત થયા છે. એટલે કે રુદ્રસિંહ ત્યારે એના અગ્રજ દામજદશ્રીના મદદનીશ ક્ષત્રપ તરીકે ફરજ બજાવતો હોવો જોઈએ. આથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy