SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ક્ષત્રપકાલીન ગુજરાત શરીરના સૌંદર્ય સાથે આત્માનું-હૃદયનું સૌંદર્ય એના ઉદાર ચરિતને વધારે ઉદાત્ત બનાવતું હતું. એટલે જ તેણે બ્રાહ્મણોના કલ્યાણાર્થે અને ધર્મના વિકાસ વાતે છૂટથી દાન દીધાં હતાં. આમ, એ ધર્માભિમુખ બન્યો હતો. અશ્વવિદ્યા, ગજવિદ્યા, રથવિદ્યા તથા તલવાર અને ઢાલબાજીમાં એણે પ્રાવીણ્ય મેળવ્યાં હતાં. પોતાને શરણે આવેલા શાસકોને કે અન્યોને એ રક્ષણ આપતો હતો. પદભ્રષ્ટ રાજાઓને તેણે પુન: સત્તાધીશ બનાવ્યા હતા–વિનયેન પ્રષ્ટરીના પ્રતિષ્ઠા પન ૮. સંગ્રામોના અપવાદ સિવાય સામાન્યતઃ મનુષ્યવધ ન કરવાની પ્રતિજ્ઞાનું પૂર્ણ પાલન કરતો હતો. આથી ફલિત થાય છે કે એણે અહિંસાની આપણી સાંસ્કારિક પરંપરાનું-ભાવનાનું ભાથું અંકે કર્યું હતું. શત્રુનેય શરણું આપવામાં એણે સૌજન્ય દર્શાવ્યું હતું. આમ, એના દરિયાવદિલ અને ખેલદિલીવાળા સ્વભાવની પ્રતીતિ પમાય છે. તે ઉચ્ચ કોટીનો અધ્યેતા હતો. શબ્દશાસ્ત્ર (વ્યાકરણ), અર્થશાસ્ત્ર, ગાંધર્વવિદ્યા (સંગીત), ન્યાયવિદ્યા ઇત્યાદિ મહત્ત્વની મહાવિદ્યાઓનાં પારણ(ગ્રહણ), ધારણ(સ્મૃતિ), વિજ્ઞાન (વિશિષ્ટ જ્ઞાન) અને પ્રયોગ (વ્યાવહારિક વિનિયોગ-ઉપયોગ) દ્વારા એણે વિપુલ કીર્તિ પ્રાપ્ત કરી હતી. ગદ્યપદ્ય રચનામાં એ પ્રવીણ હતો. એનો શૈલલેખ ગદ્યમાં હોવા છતાંય ઘણો કાવ્યમય છે૧૯. આમ, એક આદર્શ રાજવીનાં અસંખ્ય લક્ષણો એના વ્યક્તિત્વમાં દષ્ટિગોચર થાય છે. જે નિમિત્તે એણે અશોકખ્યાત ખડક ઉપર લેખ ઉત્કીર્ણ કર્યો છે તે ઘટના જ એના લોકકલ્યાણની ભાવનાનું મૂર્ત સ્વરૂપ છે. પ્રજાપાલક રાજવીના પ્રજાપ્રેમી સૂબા સુવિશાખે એ યોજના પાર પાડવાની ભલામણ કરતાં રાજાએ પૌરજનો તથા જાનપદજનોના અનુગ્રહાર્થે તેમ જ એમના ઉપર કોઈ પણ જાતના નવા કરવેરા નાંખ્યા વિના પોતાની તિજોરીમાંથી ઘણું દ્રવ્ય ખર્ચીને તે તળાવ(સુદર્શન)ને હતું તે કરતાંય વિશેષ સુર્શન બનાવ્યું. લોકકલ્યાણની ભાવના સાથે રાજય વ્યવસ્થાની સુદ્રઢતા સારુ પણ તે એટલો સચિત હતો. એની રાજયતિજોરી યોગ્ય રીતે જ વિઘોટી, જકાત અને સોનાચાંદીરત્નોથી ભરપૂર હતી. અમાત્ય ગુણોથી યુક્ત એવા મતિવવો(સલાહકાર મંત્રીઓ)ની અને વિવો(કાર્યકારી પ્રધાનો)ની નિમણૂક કરી, રાજ્યનું સબળ અને સફળ સંચાલન એણે કર્યું હતું. એની રાજધાની : અલબત્ત, આ માટેના જરૂરી યોગ્ય પુરાવા સાંપડતા નથી, પરંતુ આનર્ત-સુરાષ્ટ્રનો સઘળો પ્રદેશ સૂબાના વહીવટ હેઠળના પ્રાંતનો દરજ્જો ધરાવતો હતો એ અમાત્ય સુવિશાખની નિમણૂકથી સ્પષ્ટ બને છે. આથી એની રાજધાની ગિરિનગરમાં નહીં પણ અન્યત્ર હોવી જોઈએ. એના દાદા ચાષ્ટનની રાજધાની ઉર્જનમાં હોવાનું આપણે નોંધ્યું અને ચાષ્ટનના મહાક્ષત્રપપદનો સીધો ઉત્તરાધીકાર તેને મળ્યો હોઈ તેની રાજધાની પણ સંભવતઃ ઉજજનમાં હોવી જોઈએ. સુવિશાખ : ગુજરાત પ્રાંતનો સૂબો રુદ્રદામાના શૈલલેખમાં સુવિશાખનો ઉલ્લેખ છે. તેથી એ બાબત પણ આપણને વિદિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy