SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૧૫-૧૬-૧૭ સેવનરૂપ જે અ૨મણિકતા હતી તેના ત્યાગથી પ્રદેશીરાજાની દાનાદિની પ્રવૃત્તિ હતી. તેમ વિવેકવાળી દાનાદિરૂપ દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ અસદારંભના નિવૃત્તિ ગુણવાળી છે. II૪/૧૫મા અવતરણિકા : દાન-દેવપૂજાદિ દ્રવ્યસ્તવ અસદારંભની નિવૃત્તિના ફળવાળા છે તેની પુષ્ટિ કરવા અર્થે જ કહે છે ૩ 11211 : લિખિત શિલ્પશત ગણિત પ્રકાશ્યાં, ત્રણે પ્રજાહિત હેત; પ્રથમ રાય શ્રીઋષભજિહિંદે, તિહાં પણ એ સંકેત. ગાથાર્થ ઃ લિખિત=લેખન કળા, શિલ્પશત=સો શિલ્પો અને ગણિત ત્રણેય પ્રથમ રાજા એવા ઋષભદેવ ભગવાને પ્રજાના હિતના હેતુથી પ્રકાશ્યા છે, તેમાં પણ=આ ત્રણેયના પ્રકાશનમાં પણ, એ સંકેત છે=અસદારંભની નિવૃત્તિનો સંકેત છે. II૪/૧૬|| ભાવાર્થ : ઋષભદેવ ભગવાને આલોકમાં અને પરલોકમાં પ્રજાનું હિત થાય તે અર્થે લેખનકળા, શિલ્પકળા અને ગણિતશાસ્ત્રનું પ્રકાશન કર્યું જેથી કલ્પવૃક્ષના અભાવમાં પ્રજા પરસ્પર લડીને વિનાશ ન પામે પરંતુ ઉચિત જીવનવ્યવસ્થા જીવીને ધર્મને અનુકૂળ ભૂમિકાને પ્રાપ્ત કરે. આ રીતે આ ત્રણ કળા શિખવાડવા પાછળ ભગવાનનો આશય પ્રજાને પરસ્પર કલહ કરીને વિનાશ થતા અટકાવવાનો હતો. તેથી જેમ ભગવાને ત્રણ કળા શિખવાડીને અસદારંભની નિવૃત્તિ કરાવી તેમ દાન-દેવપૂજાદિ દ્રવ્યસ્તવ પણ અસદારંભની નિવૃત્તિ કરાવનાર છે. II૪/૧૬|| Jain Education International સુખ૦ ૧૬ અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે અસદારંભની નિવૃત્તિ માટે ભગવાને ત્રણ કલા શીખવી, ત્યાં પ્રશ્ન થાય કે જો આ પ્રકારનાં આર્યકર્મોથી અસદારંભની નિવૃત્તિ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy