SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૪ | ગાથા : ૧૨ અહીં પ્રશ્ન થાય કે સુબાહુકુમારે સમ્યકત્વ વગર સુપાત્રદાન આપેલું અને તેના કારણે તેનું હિત થયું તે કેમ નક્કી થાય ? તેથી કહે છે – મનુષ્યઆયુષ્ય બાંધ્યું તે સુબાહુએ, તેથી સમકિત પ્રસિદ્ધ નથી સુબાહુના જીવમાં પૂર્વભવમાં સમકિત પ્રસિદ્ધ નથી. II૪/૧૨ાાં ભાવાર્થ પૂર્વગાથામાં સુબાહુકુમારના સુપાત્રદાનના દષ્ટાંતથી ગ્રંથકારશ્રીએ કહ્યું કે પહેલા ગુણસ્થાનકે રહેલા જીવો સુપાત્રદાનથી જેમ હિત સાધે છે તેમ જિનપૂજાથી પણ હિત સાધે છે. હવે, પાત્રદાન ઉપલક્ષણ છે. તેથી ઉપલક્ષણથી ભદ્રક પ્રકૃતિવાળા જીવો પહેલા ગુણસ્થાનકે શીલાદિ પાળે અર્થાત્ સંયમની ક્રિયારૂપ શીલ પાળે, તપની આચરણા કરે અને શુભ ભાવોથી આત્માને ભાવિત કરવારૂપ ભાવધર્મને સેવે, તે સર્વ જેમ તેઓના હિતનું કારણ બને છે, તેમ પહેલા ગુણસ્થાનકે રહેલા ભદ્રક જીવો જિનપૂજા કરે છે તેમાં સમ્યગ્દષ્ટિ જેવી યતના અને ભક્તિ નથી તોપણ તે જિનપૂજાથી તેઓનું હિત થાય છે. અહીં પ્રશ્ન થાય કે સુબાહુકુમારે પૂર્વભવમાં સુપાત્રદાનથી શુભ કર્મના વિપાકને પ્રાપ્ત કરેલ તે સમકિતકાળમાં કરેલ નથી તે કેમ નક્કી થાય જેથી સુબાહુકુમારના મિથ્યાત્વ અવસ્થામાં કરાયેલા પાત્રદાનથી શુભ વિપાકની જેમ મિથ્યાત્વ અવસ્થામાં જિનપૂજા હિતનું કારણ છે તેમ સિદ્ધ થઈ શકે ? તેથી કહે છે -- સુબાહુકુમારે પૂર્વભવમાં સુપાત્રદાન કરીને મનુષ્યઆયુષ્ય બાંધેલ, તેથી તે દાનથી પછીના ભાવમાં મનુષ્ય થયેલ છે. સુબાહુકુમારના પાત્રદાનમાં સમકિત પ્રસિદ્ધ નથી; કેમ કે સમકિત હોત તો મનુષ્યઆયુષ્ય ન બાંધત, પણ દેવલોકમાં જાત. તેથી ફલિત થાય છે કે મંદમિથ્યાત્વ અવસ્થામાં ભદ્રક પ્રકૃતિવાળા એવા સુબાહુકુમાર પાત્રદાનથી જેમ ઉત્તમ ભવની પ્રાપ્તિરૂપ શુભ વિપાકને પામે છે તેમ મંદમિથ્યાત્વવાળા અને ભદ્રક પ્રકૃતિવાળા જીવો ભગવાનની પૂજાથી શુભવિપાકવાળા ફળને પ્રાપ્ત કરે છે. માટે મંદમિથ્યાષ્ટિ જીવોની જિનપૂજાની ક્રિયા યતના અને ભક્તિયુક્ત નહિ હોવા છતાં કલ્યાણનું કારણ છે. ll૪/૧ી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy