SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ વરસ્તુતિરૂપ દોઢસા ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા : ૧૧-૧૨-૧૩-૧૪ અવતરણિકા : રાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવની જિનપ્રતિમાની પૂજાનું વર્ણન ઉપલબ્ધ છે તેનું સ્વરૂપ બતાવીને તેની જેમ શ્રાવકને પૂજા કર્તવ્ય છે તેમ બતાવવા અર્થે ગાથા-૧૧થી ગાથા-૧૪ સુધી કહે છે – ગાથા : વાંચી પુસ્તક રત્નનાં, હવે લેઈ ધરમ વ્યવસાય; લાલ રે, સિદ્ધાયતને તે ગયો, જિહાં દેવછંદાનો થાય. લાલ રે. તુજ૦ ૧૧ જિનપ્રતિમા દેખી કરી, કરે શિર પ્રણામ શુભ બીજ; લાલ રે, પુષ્પ-માલ્ય-ચૂર્ણ કરી, વસ્ત્રાભરણે વલી પૂજ. લાલ રે. તુજ ૧૨ ફૂલ પગાર આગે કરી, આલેખે મંગલ આઠ; લાલ રે, ધૂપ દેઈ કાળે સ્તવી, કરે શક્રસ્તવનો પાઠ; લાલ રે. તુજ૦ ૧૩ જેહના સ્વમુખે જિન કહે, ભવસિદ્ધિ પ્રમુખ છ બોલ; લાલ રે, તાસ ભગતિ જિનપૂજના, નવિ માને તેહ નિટોલ. લાલ રે. તુજ૦ ૧૪ ગાથાર્થ : સામાનિક દેવને પૃચ્છા કર્યા પછી, તેના વચનાનુસાર પોતાના હિત માટે પ્રવૃત્ત થયેલ હવે ત્યારપછી, સૂર્યાભદેવ રત્નનાં પુસ્તક વાંચી ધર્મ વ્યવસાય લઈ-ધર્મ કરવાનો અભિલાષ કરી, તે સૂર્યાભદેવ સિદ્ધાયતને ગયો, જ્યાં દેવછંદાનો કાયસ્થાન છે જિનપ્રતિમાનું સ્થાન છે. I/ર/૧૧II જ્યાં જિનપ્રતિમાને દેખી કરી જિનપ્રતિમાને જોઈને, શુભનું બીજ એવું શિરથી પ્રણામ કરેકલ્યાણના કારણ એવું મસ્તકથી પ્રણામ કરે છે. ત્યારપછી પુષ્પ-માલ્ય-ચૂણે કરી અને વસ્ત્ર-આભરણે વળી જિનપ્રતિમાને પૂજે છે. 1ર/૧રા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy