SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા : ૧-૨ ગાથાર્થ ઃ શ્રીગુરુના પયપંક્શને=ચરણકમળને, પ્રણામ કરીને વીર ભગવાનની સ્તુતિ કરીશું, સ્થાપનાનિક્ષેપને પ્રમાણ સ્વીકારવામાં પંચાંગીને પરખીને= જોઈને, આણંદ લહો-આણંદ પામો, હે જિનજી ! તમારી આણા શિર વહન કરીએ, તુજ શાસનના નયશુદ્ધપ્રરૂપણા ગુણથી શિવસુખ લહિયે= શિવસુખ પામીએ. હે જિનજી ! તમારી આણા શિર વહન કરીએ. ||૧/૧૦/ ૨ ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ પ્રથમ ગુરુના ચરણકમળને પ્રણામ કરીને વીર ભગવાનની સ્તુતિ કરવાની પ્રતિજ્ઞા કરેલ છે અને વીર ભગવાનની સ્તુતિરૂપે પંચાંગીને પરખીને સ્થાપનાનિક્ષેપાને પ્રમાણરૂપે જાણો અને તેનાથી આનંદને પામો એ પ્રકારની ભાવના કરેલ છે. વળી કહે છે કે “હે ભગવાન ! તમારી આજ્ઞા શિરે ધારણ કરીએ અને તમારા શાસનના સ્થાપનાનિક્ષેપને પ્રમાણ સ્થાપન કરવા દ્વારા શુદ્ઘનયની પ્રરૂપણા ગુણથી અમે શિવસુખને પામીએ.” આશય એ છે કે ભગવાને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ સ્વરૂપ ચાર નિક્ષેપા પ્રરૂપ્યા છે, તેમાં ભગવાનની પ્રતિમારૂપ સ્થાપનાનિક્ષેપ પણ પૂજ્ય છે એ પ્રમાણે પંચાંગીના અર્થાત્ આગમ ઉપર રચાયેલ સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા અને ચૂર્ણીરૂપ પંચાંગીના બળથી સિદ્ધ કરીએ તે શુદ્ઘનયની પ્રરૂપણા છે અને ભગવાનના શાસનના શુદ્ઘનયપ્રરૂપણાગુણથી પોતે શિવસુખને પામે એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો અભિલાષ છે. ||૧/૧// અવતરણિકા : સ્થાપનાવિક્ષેપને પ્રમાણ સ્વીકારવા અર્થે આગમવચનની સાક્ષી આપે છે ગાથા ઃ શ્રી અનુયોગદુવારે ભાષ્યા, ચાર નિક્ષેપા સાર; ચાર સત્ય દશ સત્યા ભાષા, ઠાણાંગે નિરધાર રે. જિનજી! ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy