SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ગાથા ઃ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૭ | ગાથા : ૧ ઢાળ (રાગ - ધનાશ્રી) વર્તમાનશાસનનો સ્વામી, ચામીકરસમ દેહોજી; વીરજિનેશ્વર મેં ઈમ થુણિઓ, મન ધરી ધર્મસનેહોજી; ગાથાર્થઃ વર્તમાન શાસનના સ્વામી જે વીર જિનેશ્વર સુવર્ણ જેવી કાયાવાળા છે, ધર્મના સ્નેહને મનમાં ધારણ કરીને મેં તેમની આ રીતે સ્તુતિ કરી છે. ભાવાર્થ : વર્તમાન શાસનના સ્વામી વીર જિનેશ્વર છે અને તેમની કંચનવર્ણી કાયા છે અને ગ્રંથકારશ્રીએ મનમાં ધર્મ પ્રત્યે સ્નેહ ધારણ કરીને આ રીતે તેમની સ્તુતિ કરી છે. જેથી વીર ભગવાનની સ્તુતિથી ઘટમાં=પોતાના આત્મામાં, ઉત્તરોત્તર ધર્મ વૃદ્ધિ પામે. ગાથા: એહ તવન જે ભણશે ગણશે, તસ ઘર મંગલમાલાજી; સમકિતભાણ હોશે ઘટ તેહને, પરગટ ઝાકઝમાલાજી. ૧ ગાથાર્થ ઃ આ સ્તવન જે ભણશે અને જે રોજ ગણશે=બોલશે, તેના ઘટમાં મંગલની માલા થશે તેને સર્વ કલ્યાણની પ્રાપ્તિ થશે, અને તેનો ઘટ=તેનો આત્મા, સમકિતનું ભાજન થશે જેથી તેના આત્મામાં અપૂર્વ તત્ત્વના પ્રકાશરૂપ ઝાકઝમાલા પ્રગટ થશે. ।।૭/૧|| Jain Education International ભાવાર્થ : જે યોગ્ય જીવો આ સ્તવન ભણશે અને તેના ગંભીર અર્થોને વિચારીને રોજ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy