SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૯ : ઇત્કીર્ણ લેખો ઇત્યાદિ : પ્રિ. આ. ૩૬૭-૩૭૧] ૨૦૧ પુરાતત્ત્વવિભાગ તરફથી ઇ.સ. ૧૮૮૯માં 'શ્રવણ બેલ્ગોલના ૧૪૪ લેખો પ્રસિદ્ધ થયા હતા. એનું દ્વિતીય P. ૩૭૦ સંસ્કરણ ઇ.સ. ૧૯૨૨માં બહાર પડ્યું હતું અને એમાં ૫૦૦ લેખોને સ્થાન અપાયું હતું આ બે પુસ્તકના આધારે પ્રસ્તુત સંગ્રહ તૈયાર કરાયો છે. આમ આ લેખો શ્રવણ બેલ્ગોલ સાથે સંબંધ ધરાવે છે. કેટલાક લેખો સંસ્કૃતમાં છે તો કેટલાયે કન્નડ ભાષામાં પરંતુ બાળબોધમાં છપાયા છે. અનેક લેખોમાં ગોમટેશ્વરના મસ્તાભિષેક માટેના દૂધ માટે કરાયેલાં દાનનો ઉલ્લેખ છે. એ ઉપરથી તે તે સમયમાં દૂધનો શો ભાવ હતો તે જાણી શકાય છે. જૈન શિલાલેખસંગ્રહ (ભા. ૨)- આ સંગ્રહમાં ૩૦૨ લેખ અપાયા છે. એ એક યા બીજા સ્થળે પ્રકાશિત થયેલા છે અહીં એ ડો. ગેરિનોના “Repertoire D'epigraphi Jaine” નામના પુસ્તકને ક્રમની બાબતમાં અનુસરે છે. અશોક, ખારવેલ વગેરેના લેખોથી શરૂઆત કરાઈ છે. કેટલાક લેખો P ૩૭૧ પાઇયમાં, કેટલાક સંસ્કૃતમાં તો કેટલાક કન્નડમાં પરંતુ બાળબોધ લિપિમાં રજૂ કરાયા છે. મથુરાના લેખો પૈકી કેટલાક પાઇયમાં તો કેટલાક સંસ્કૃતમાં છે. આ ભાગના અંતમાં વિશેષનામોની સૂચી અપાઈ છે. તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર- આ દાર્શનિક કૃતિ કોતરાવાઈ છે– શિલારૂઢ કરાવાઈ છે. સુકૃતકીર્તિકલ્લોલિની- આ પ્રશસ્તિ-કાવ્ય ઉદયપ્રભસૂરિએ રચ્યું છે. એ શત્રુંજય ઉપર કોતરાવાયું હતું.' માઈક્રો-ફિલ્મ (micro-film)- જેસલમેરના ભંડારોમાં તાડપત્ર તેમ જ કાગળ ઉપર લખાયેલા સંસ્કૃત તથા પાઇય ગ્રંથો પૈકી લગભગ બસો ગ્રંથોનું માઈક્રો-ફિલ્મ કરાયું છે. [પૂ. મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા.ના માર્ગદર્શન મુજબ જેસલમેર, પાટણ, ખંભાત, લીંબડી વગેરે જ્ઞાનભંડારોના હસ્તલિખિત ગ્રંથોની ઝેરોક્ષ અને સી.ડી. તૈયાર કરવામાં આવ્યા છે.] ['Jain Inscriptions of Rajasthan' રામવલ્લભ સોમાણી, પ્ર. પ્રાકૃત ભારતી] પિાટણ જૈન ધાતુપ્રતિમાલેખસંગ્રહ- સંપા.લક્ષ્મણભાઈ ભોજક, પ્ર. મોતીલાલ બ. દિલ્હી. જૈન શિલાલેખસંગ્રહ- ડૉ. વિદ્યાધર જોહરાપુરકર., પ્ર. ભારતીય જ્ઞાનપીઠ. અચલગચ્છીય પ્રતિષ્ઠાલેખો. પ્ર. અ. ભા. અચલગચ્છ જૈન સંઘ, સંપા. પાર્શ્વ. સં. ૨૦૨૭] ૧. શ્રવણ એટલે શ્રમણ. બેન્ગલ “કન્નડ” શબ્દ છે. એમાં ‘બેલનો “સ્વેત’ અને ‘ગુલ’ જે “કોલ'નો અપ્રભ્રંશ ગણાય છે એનો અર્થ “સરોવર’ થાય છે, આથી ‘શ્રવણ બેલ્ગોલ'નો અર્થ “જૈન મુનિઓનું શ્વેત સરોવર’ એમ થાય છે. ૨. આનો સારાંશ હિંદીમાં અપાયો છે. ૩. જુઓ ભૂમિકા (પૃ. ૧૨૨-૧૨૩). ૪. આ “મા. દિ. ગ્રં.”માં ગ્રંથાંક ૪૫ તરીકે ઈ.સ. ૧૯૫૨માં છપાયો છે. આ સંગ્રહ ૫. વિજયમૂર્તિએ તૈયાર કર્યો છે. આ લેખોનો હિંદીમાં અનુવાદ અપાયો છે. ૫. આ છૂટાછવાયા લેખો મેળવવા માટે વિશેષ મૂલ્ય આપવું પડે તેમ હોવાથી અને કેટલીક વાર તો મૂલ્ય આપતાં પણ કેટલાક ન જ મળે એવી પરિસ્થિતિ હોવાથી અહીં એને સ્થાન અપાયું છે. ૬. જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૨૦૬) ૭. આની સુચી “જૈન સંસ્કૃતિ સંશોધન મંડલ'' તરફથી બનારસથી ઇ.સ. ૧૯૫૧માં પ્રસિદ્ધ થયેલી અને પં. સુખલાલ સંઘવીએ “ઓરિયેન્ટલ કોન્ફરન્સના સોળમા અધિવેશનને અંગે સને ૧૯૫૧માં આપેલા ભાષણરૂપ પુસ્તિકા નામે નૈન સાહિત્ય ક્રી પ્રતિ ના અંતમાં અપાઇ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy