SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૫૦ P ૩૬૮ અપાયા છે. અહીં જે ૫૫૭ લેખો અપાયા છે તે પૈકી લગભગ સો લેખો ડો. મેરિનોએ એમના પુસ્તક નામે “Repertoire D'epigraphi Jaine”માં નોંધેલા છે અને બીજા સોએક લેખો જુદે જુદે સ્થળેથી છપાયેલા છે એટલે લગભગ ત્રણસો જ લેખો પહેલી વાર આ પુસ્તકમાં પ્રસિદ્ધ થયા છે. એમાં શત્રુંજય અને ગિરનારના આ પૂર્વે પ્રસિદ્ધ થયેલા લેખો ઉપરાંત આબુ, આરાસણ (આધુનિક કુંભારિયા) વગેરેના શિલાલેખો નજરે પડે છે. એ લેખો વિ. સં. ૧૯૯૬થી વિ. સં. ૧૯૦૩ સુધીના સમયને લગતા છે. અબુંદ પ્રાચીન જૈન લેખસંદોહ (આબુ ભાગ ૨)- આનું સંપાદન “શાસ્ત્રવિશારદ' જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિજીના શિષ્ય જયન્તવિજયજીએ કર્યું છે. અબુદાચલ પ્રદક્ષિણા જૈનલેખસંદોહ (આબુ ભાગ ૫- “અર્બુદાચલ પ્રદક્ષિણા (આબુ ભાગ ૪)” નામના પુસ્તકમાં જે ૯૭ ગામોનું વર્ણન છે તેમાંનાં ૭૧ ગામનાં જૈન મંદિરોમાંની વિવિધ પાષાણની અને ધાતુની પ્રતિમાઓ ઉપરના લેખો તેમ જ તામ્રપત્રો અને શિલા-દસ્તાવેજો વગેરેનો અહીં સંગ્રહ રજૂ કરાયો છે. આમાં એકંદર ૬૪૫ લેખો છે એ લેખો એકત્રિત કરવાનું કામ સ્વ. જયન્તવિજયજીએ કર્યું છે. સાથે સાથે એમણે એનો ગુજરાતી અનુવાદ પણ કર્યો છે અને એ આ પુસ્તકમાં છપાયો છે. આ લેખોમાંનો લેખાંક ૩૬૫ વિ.સં. ૭૪૪નો છે. એ બાજુ ઉપર રાખતાં બાકીના લેખો વિ.સં. ૧૦૧૭થી વિ.સં. ૧૯૭૭ સુધીના સમયના છે. લેખ ૩૦૪ એ તામ્રપત્ર ઉપરનો લેખ છે. આ બંને સંદોહ આબુ જેવા નિશ્ચિત પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે. એ શ્વેતાંબરોની સાંસ્કારિક સંપત્તિ ઉપર પ્રકાશ પાડે છે. ઉત્કીર્ણ પદ્યો- અભયદેવસૂરિના શિષ્ય જિનવલ્લભસૂરિએ જે જિનમંદિર બંધાવ્યાં અને જેને ‘વિધિ-ચૈત્ય' કહેવામાં આવે છે તેમાં શાસ્ત્રવિરુદ્ધ કાર્ય ન કરવાની શિખામણ પૂરી પાડનારાં પદ્યો કોતરાવાયાં છે.' પજૈન ધાતુપ્રતિમાલેખ– આ કૃતિમાં વિક્રમની તેરમી સદીથી માંડીને ઓગણીસમી સદી સુધીના લેખોને સ્થાન અપાયું છે. એનું સંપાદન “ખરતરમ્ ગચ્છના મુનિશ્રી કાન્તિસાગરજીએ કર્યું છે. જૈન શિલાલેખસંગ્રહ (ભા. ૧)- આ દિગંબરો અંગેના ૫00 લેખોનો સંગ્રહ છે. મૈસુરના P. ૩૬૯ ૧. મથુરાના લેખો આનાથી પ્રાચીન છે. ૨. આ “ય. જૈ ગ્રં.” તરફથી પ્રસિદ્ધ કરાયો છે. ૩. આ “ય. જૈ. ગ્રં.” તરફથી નવ પરિશિષ્ટો સહિત વિ.સં. ૨૦૦૫માં પ્રસિદ્ધ કરાયો છે. ૪. જુઓ ષષ્ટિશતક-પ્રકરણની પ્રસ્તાવના (પૃ. ૨૧) અહીં બે સંસ્કૃત પદ્યો ગુજરાતી અનુવાદ સહિત અપાયાં છે. ૫. આ કૃતિ સુરતથી ઇ.સ. ૧૯૪૯ (?)માં પ્રકાશિત થયેલી છે. ૬. આ “મા. દિ. ગ્રં.”માં ૨૮મા ગ્રંથાક તરીકે ઇ.સ. ૧૯૨૮માં પ્રકાશિત કરાયો છે. એનું સંપાદન પ્રો. હીરાલાલ જૈને કર્યું છે અને એમણે ૧૬૨ પૃષ્ઠની હિંદીમાં ભૂમિકા લખી છે. એમાં એમણે ચન્દ્રગિરિ, વિધ્યગિરિ, શ્રવણ બેલ્ગોલનાં નગર અને એની આસપાસનાં ગામ, લેખોની ઐતિહાસિક ઉપયોગિતા, ‘ગંગ’ વેગરે રાજવંશો તેમ જ સંઘ, ગણ, ગચ્છ ઇત્યાદિ વિષે માહિતી આપી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy