SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૦ : યોગ : પ્રિ. આ. ૧૫૫-૧૫૮] ૮૫ હાથપોથીઓ–મૂળની ઘણી હાથપોથીઓ મળે છે. એની સ્વોપજ્ઞ વૃત્તિની હાથપોથીઓની સંખ્યા પણ પુષ્કળ છે અને બે હાથપોથીઓ તો અનુક્રમે વિ. સં. ૧૨૫૧માં અને વિ. સં. ૧૨૯૨માં લખાયેલી મળે છે. મુંબઇ સરકારની માલિકીની જે હાથપોથીઓ ભાં. પ્રા. સં. મંગમાં છે તેનો મેં D 0 G CM (Vol. XVIII, pt. 3)માં પરિચય આપ્યો છે. સમીક્ષાત્મક સંસ્કરણ–સ્વોપજ્ઞ વૃત્તિવાળી મુદ્રિત આવૃત્તિઓ આજે ઘણાં વર્ષોથી અપ્રાપ્ય છે. એથી તેમજ પ્રકાશિત આવૃત્તિમાંથી એકે સમીક્ષાત્મક સંસ્કરણની ગરજ સારે તેવી નથી એટલે નવીન અદ્યતન સંસ્કરણ સત્વર તૈયાર કરાવવું ઘટે. આને લગતી કેટલીક સૂચનાઓ મેં યોગશાસ્ત્ર અને એનું સ્વોપજ્ઞ વિવરણ” નામના મારા લેખમાં કરી છે. [મુનિશ્રી જંબૂવિજયજી દ્વારા સંપાદિત યોગશાસ્ત્ર પ્રતાકારે ત્રણ ભાગમાં “જૈનસાહિત્યવિકાસમંડળ” મુંબઈથી પ્રસિદ્ધ થયું છે. અનેક પ્રાચીન તાડપત્રીય પ્રતોનો ઉપયોગ કરી અનેક સ્થળે શુદ્ધ, વિશિષ્ટ પાઠો અપાયા છે. અનેક પરિશિષ્ટો અને ટિપ્પણોમાં વિવિધ સામગ્રી, ચિત્રો અપાયા છે.] ‘જ્ઞાનાર્ણવી કિંવા યોગાર્ણવ યાને યોગપ્રદીપ (લ. વિ. સં. ૧૨૫૦)–આના કર્તા દિ. આચાર્ય = ૧૫૭ "શુભચન્દ્ર છે. એમણે આ કૃતિ ૨૦૭૭ શ્લોકમાં રચી અને ૪૨ સર્ગોમાં વિભક્ત કરી છે. એમણે આ કૃતિ દ્વારા યોગનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. લગભગ ૨૧૦૦ શ્લોક જેવડી આ કૃતિમાં સો શ્લોક જેટલો ભાગ પ્રાણાયામને લગતો છે. શુભચન્દ્રાચાર્ય તેમજ હેમચન્દ્રસૂરિ બંને પ્રાણાયામને નિરુપયોગી અને અનર્થકારી માને છે. પ્રાણાયામ અને ધ્યાનનો વિષય સર્ગ ર૯-૪૨માં નિરૂપાયો છે તે યોગશાસ્ત્ર (પ્ર. ૫-૧૧) સાથે ઘણો મળતો આવે છે. જ્ઞાનાવર્ણવમાં પવનજયથી થતા કાલજ્ઞાન વિષે પ્રકાશ પડાયો છે પરંતુ યોગશાસ્ત્રની પેઠે એમાં શુકન, જ્યોતિષ વગેરે દ્વારા કાલજ્ઞાન જાણવાની હકીક્ત નથી. જ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને ચિત્તની શાન્તિ કે ધ્યાનની સિદ્ધિ સંભવતી નથી જ્યારે હૈમ યોગશાસ્ત્ર તે પ્રવૃત્તિયુક્ત ગૃહસ્થને પણ યોગની અધિકારી ગણે છે. જ્ઞાનાર્ણવ (સર્ગ ૨૧-૨૭)માં આત્મા પોતે જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે અને એ આત્માને કષાયોથી મુક્ત કરવો એ જ મોક્ષ છે અને એ કષાયો ઉપર વિજય મેળવવાનો ઉપાય ઇન્દ્રિય, ઇન્દ્રિયનો ઉપાય ચિત્તની શુદ્ધિ, એ શુદ્ધિનો ઉપાય રાગ અને દ્વેષનો જય અને એ જય મેળવવાનો ઉપાય સમત્વ અને એ સમત્વની પ્રાપ્તિ એ જ ધ્યાન માટેની યોગ્યતા એમ જે બાબતો રજૂ કરાઈ છે તે યોગશાસ્ત્ર (પ્ર.૪) સાથે સરખાવવા જેવી છે. P ૧૫૮ જ્ઞાનાવર્ણમાં પાંચ મહાવ્રતો અને એને અંગેની ભાવનાના નિરૂપણને પ્રધાન પદ અપાયેલું છે જ્યારે હૈમ યોગશાસ્ત્રમાં તો એ વિષય-સાધુધર્મોની બાબાત પ્રથમ પ્રકાશમાં ગ્લો. ૧૯-૪૬માં સંક્ષેપમાં વર્ણવાયેલ છે. ૧. આ લેખ “આ. પ્ર.” (પુ. ૬૪, અ. ૩)માં છપાયો છે. ૨. આ કૃતિ “રા. જૈ. શા.માં ઈ. સ. ૧૯૦૭માં પ્રકાશિત કરાઈ છે. સિટીક હિન્દી સાથે સોલાપુરથી છપાઈ છે.] ૩. આ નામની એક કૃતિ ન્યાયાચાર્યે યશોવિજયગણિએ રચી છે. ૪. આ નામની બીજી બે કૃતિઓ છે. એ પૈકી એકના કર્તા દેવાનન્દ છે. અને એ સંસ્કૃતમાં છે. બીજીના કર્તાનું નામ જાણવામાં નથી. ૫. એઓ વિ. સં. ૧૬૦૮માં પાંડવ-પુરાણ રચનાર શુભચન્દ્રથી તો ભિન્ન છે અને એમના કરતાં ઘણા પ્રાચીન છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy