SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ (૭) બાલાવબોધ-આ ગુજરાતી વિવરણ મેરુસુન્દરમણિએ વિ. સં. ૧૫૦૮માં રચ્યું છે. આનો પ્રસંગોપાત્ત સંસ્કૃત લખાણવાળો પ્રારંભિક અંશ નિમ્નલિખિત પુસ્તકમાં બે કટકે પૃ. ૧૧૩-૧૧૪ અને ૨૫૦-૨૫રમાં રજૂ કરાયો છે : “યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશનું સવિસ્તર વિવરણ (વિભાગ-૧)” આ પુસ્તકમાં પ્ર. ૮ના શ્લો ૧-૧૭ અપાયા છે. અને સાથે એનું ગુજરાતીમાં તલસ્પર્શી વિવરણ અપાયું છે. એ માટે સોએક ગ્રન્થો વગેરેનો ઉપયોગ કરાયો છે. મંત્ર, કુંડલિની ઇત્યાદિ વિષે આવશ્યક માહિતી અપાઈ છે. વિશેષમાં સમર્થક ઉલ્લેખો અપાયા છે. એ આ પુસ્તકની ઉપયોગિતા અને મહત્તામાં વૃદ્ધિ કરે છે. [(૮) લઘુયોગશાસ્ત્ર- પ્ર. જૈનધર્મફંડ પેઢી ભરૂચ] ચિત્રો–મહા. નવ. (પૃ. ૧૨૨-૧૩૪)માં આઠમો પ્રકાશ ગુજરાતી અનુવાદ સહિત છપાયો છે. એને અંગેનાં ૧૯ ચિત્રો (ચિત્રો પ-૨૩) આ કૃતિમાં અપાયાં છે. પાંચમું ચિત્ર ધ્યાનસ્થ પુરુષને અંગેનું છે અને બાકીનાં પદસ્થ ધ્યાન સંબંધી છે. ગુજરાતી અનુવાદો-મૂળના ગુજરાતીમાં વિવિધ અનુવાદો થયા છે. એ અનુવાદકોનાં નામ નીચે મુજબ છે – કેસરવિજય, ગોપાલદાસ પટેલ, ચુનીલાલ હકમચંદ શાહ અને [આ. હેમસાગરસૂરિ) હીરાલાલ P ૧૫૬ વિ. હંસરાજ. આ પૈકી હીરાલાલે અને આ. હેમસાગરસૂરિએ) તો સ્વપજ્ઞ વૃત્તિનો પણ અનુવાદ કર્યો છે. આ તમામ અનુવાદો પ્રકાશિત થયા છે. જુઓ પૃ. 77–78 ટિ. 5 હિન્દી અનુવાદ-મૂળનો આ અનુવાદ પં. શોભાચન્દ્ર કર્યો છે અને એ છપાયો છે. જુઓ પૃ. સિટીકનો આ. પદ્મચન્દ્રસૂરિએ અનુવાદ કર્યો છે. નિગ્રંથ પ્ર. હસ્તિનાપુરથી પ્રસિદ્ધ છે.] પૃ. 77–78 ટિ. 5 [અંગ્રેજી અનુવાદ– એ. એસ. ગોપાણીના અંગ્રેજી અનુવાદ સાથે યોગશાસ્ત્ર પ્રાકૃતભારતી અકાદમી જયપુરથી પ્રસિદ્ધ થયેલ છે.] જર્મન અનુવાદ-ઇ. વિડિશ (E. Windish) નામના જર્મન વિદ્વાને મૂળ કૃતિના પહેલા ચાર પ્રકાશ પૂરતો જર્મનમાં અનુવાદ કર્યો છે. એ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૪૩. નોંધ- પ્રો. મોરીસ વિન્તર્નિન્સે HIL (Vol, II. p.567 f.)માં યોગશાસ્ત્રને અંગે કેટલુંક નિરૂપણ કર્યું છે. આ પૂર્વે એમણે આ બાબત પોતાના જર્મન પુસ્તક નામ Geschichte der Indischen Literature (Vol. II)માં ચર્ચા છે. ૧. આ પુસ્તક “જૈ. સા. વિ. સં.” તરફથી ઈ.સ. ૧૯૬૯માં પ્રસિદ્ધ કરાયું છે. ૨-૩. દા. ત. જુઓ પૃ. ૪૧-૪૨. અહીં રત્નશેખરસૂરિકૃત ગુણસ્થાનકમારોહમાંથી પૂરક, રેચક અને કુંભક પ્રાણાયામને લગતું લખાણ ઉદ્ધત કરાયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy