SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૦ : યોગ : પ્રિ. આ. ૧૩૯-૧૪૨]. યોગદીપિકા–આ ષોડશક ઉપરની ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચેલી વૃત્તિનું નામ છે. અનુવાદ અને વિવેચન–મૂળ કૃતિના પહેલા આઠ અધિકાર પૂરતો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે. સાથે સાથે ગુજરાતીમાં વિવેચન પણ અપાયું છે. [ઉપા. યશોવિ. કૃત ટીકા અને મુનિ રત્નજ્યોત વિ.ના ગુજ. અનુવાદ સાથે રંજન વિ. લાયબ્રેરી માલવાડાથી, મુનિ અમિતયશ વિ.ના ગુજ. અનુવાદ સાથે, મુનિ યશોવિ. કૃત કલ્યાણકંદલી (સંસ્કૃત) અને રતિદાયિની (હિન્દી) ટીકા સાથે દિવ્યદ. ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ) બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય–આની વિક્રમની ૧૨મી સદીમાં લખાયેલી જણાતી તાડપત્રીય પ્રતિમાં P ૧૪૨ ૪૨૩ પધો (કેટલાક ખંડિત) છે. આ કૃતિનું આ નામ વિદ્વલ્લભ પુણ્યવિજયજીએ યોજ્યું છે. એમના મત મુજબ આના પ્રણેતા સમભાવભાવી હરિભદ્રસૂરિ છે. આ યોગવિષયક કૃતિ હોવાનું પં. દલસુખ માલવણિયાએ કથન કર્યું છે. આ કૃતિના દ્વિતીય પદ્ય પ્રમાણે આનો વિષય બ્રહ્માદિની પ્રક્રિયા છે અને એનું એના સિદ્ધાન્ત અનુસાર કથન કરવાનું ગ્રન્થકાર કહે છે. શ્લો. ૩૫માં અદ્વેષ ઇત્યાદિ આઠ અંગોનો અને શ્લો. ૧૮૯-૧૯૧માં અનુક્રમે ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગનો, ૨૮૦માં કલ્પસંગ્રહ નામના ગ્રંથનો અને ગ્લો. ૨૧૯માં સૂરિમંત્રનો ઉલ્લેખ છે. શ્લો. ૨૦૫માં “કાલશ્કરિ નામ છે. આ કૃતિમાં કેટલાંક મતમતાંતરોનો બાંધેભારે નિર્દેશ છે. પયોગશાસ્ત્ર કિવા અધ્યાત્મોપનિષદ્ યાને અધ્યાત્મવિદ્યોપનિષદ્ (લ. વિ. સં. ૧૨00) – ૧. આ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી પ્રસિદ્ધ થએલી છે. ૨. આ અનુવાદ વિવેચન તેમજ આઠ અધિકાર પૂરતા મૂળ સહિત શ્રી કેશવલાલ જૈને ઇ. સ. ૧૯૩૬માં છપાવ્યો છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૪. આ કૃતિ સો પદ્ય પૂરતા જોગસયગ અને એની સ્વોપજ્ઞ ટીકા, આ જોગસયગના ડૉ. કે. કે. દીક્ષિતકૃત અંગ્રેજી અનુવાદ ઇત્યાદિ સહિત “લાલભાઇ દ. વિદ્યામંદિર' (L. D. Institute of indology) તરફથી “યોગશતક આચાર્ય હરિભદ્રકત સ્વોપજ્ઞ વૃત્તિ તથા બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય સહ”ના નામથી ઇ. સ. ૧૯૬૫માં પ્રકાશિત કરાઈ છે. મુનિશ્રી પુણ્યવિજયજીની સંસ્કૃતમાં લખાયેલી પ્રસ્તાવનાને તેમજ ડૉ. ઈન્દુકળાના અંગ્રેજી ઉપોદઘાતને અત્ર સ્થાન અપાયું છે. ૫. આ મૂળ કૃતિ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી ઇ. સ. ૧૯૧૨માં છપાવાઈ છે. વળી આ જ કૃતિ ધર્મદાસગણિકૃત ઉવએસમાલા સહિત ઈ. સ. ૧૯૧૫માં અને સ્વોપજ્ઞ વૃત્તિ સહિત આ મૂળ કૃતિ એના જ તરફથી ઇ.સ. ૧૯૨૬માં પ્રકાશિત થઇ છે. ધર્મવિજયજીએ સ્વપજ્ઞ વૃત્તિ સહિત મૂળનું જે સંપાદન કર્યું હતું તે એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ તરફથી બિબ્લિઓથેકા ઇંડિકામાં ઈ. સ. ૧૯૦૭થી ૧૯૦૯ ઇ. એમ કટકે કટકે ઈ.સ. ૧૯૨૧ સુધી પ્રસિદ્ધ થયું છે. એનો ત્રીજા પ્રકાશના શ્લો. ૧૨૦મા વિવરણ સુધીનો છપાયેલો ભાગ મારા જોવામાં આવ્યો છે. એથી વિશેષ લખાણ છપાયું છે ખરું ? મૂળ કૃતિ (પ્ર. ૧-૪) ઇ. વિંડિશે કરેલા જર્મન અનુવાદ સહિત (Z D M G (Vol. 28, p. 185 ft.)માં છપાઈ છે. સ્વિોપાટીકા સાથે જૈન સા. વિ. મંડલ વ. દ્વારા પ્રસિદ્ધ છે.] મૂળનો ચુનીલાલ હકમચંદ શાહે ગુજરાતીમાં કરેલો શબ્દાર્થ (અનુવાદ) એમણે પોતે મૂળ સહિત વિ. સં. ૧૯૭૩માં છપાવ્યો હતો. એનું સંશોધન માનસાગરજીએ કર્યું હતું. સમગ્ર મૂળ કૃતિ “વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રંથમાલા”માં ઇ. સ. ૧૯૩૯માં છપાઇ છે. મૂળ તથા “યોગશાસ્ત્રઃ એક પરિશીલન” (પૃ. ૧-૬૩) તેમજ આ મૂળનો હિન્દી અનુવાદ જે. પં. શોભાચન્દ્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy