SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ P ૧૪૦ P ૧૪૧ આ વૃત્તિ વિષે મેં કેટલીક વિગતો શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૩૭)માં રજૂ કરી છે એટલે એ બાબત હું અહીં જતી કરું છું. ભાષાન્તર–મૂળ કૃતિનું ભાષાન્તર પ્રો. મણીલાલ ન. દ્વિવેદીએ કર્યું છે. જ્યારે ઋદ્ધિસાગરસૂરિજીએ બુદ્ધિસાગર નામનું વિવેચેન રચ્યું છે. સાથે સાથે અર્થ પણ આપ્યા છે. [આ. રાજશેખરસૂરિએ કરેલ સટીકનો અનુવાદ અને વિવેચન પણ અરિહંત પ્ર. ભીવંડીથી પ્રગટ થયું છે.]. ષોડશક– (ઉ. વિ. સં. ૭૮૦) – આના કર્તા સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિ છે. એ સોળ અધિકારમાં વિભક્ત છે. પહેલા પંદર અધિકારમાં સોળ સોળ પદ્યો છે જ્યારે છેલ્લામાં સત્તર પદ્યો છે. આ બધાં આર્યામાં છે. આમાં ધર્મની પરીક્ષા, દેશના, ધર્મનાં લક્ષણ એમ વિવિધ વિષયો છે. ચૌદમાં અધિકારમાં યોગના ભેદનું નિરૂપણ છે. પંદરમામાં ધ્યેયના સ્વરૂપની બાબત હાથ ધરાઈ છે. ષોડશકનો મેં શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૬૦-૧૬૪)માં વિશેષ પરિચય આપ્યો છે એટલે અહીં હું એક નોંધપાત્ર બાબત રજૂ કરું છું : કળાકાર સાથેનું વર્તન–ષોડશક (અધિ. ૬, શ્લો. ૧૦-૧૧)માં કળાકાર પ્રત્યે કેવું સહાનુભૂતિપૂર્વકનું વર્તન હોવું જોઇએ તે દર્શાવતાં નીચે મુજબની મતલબનો ઉલ્લેખ કરાયો છે : કળાકારને વેતન આપી રખાયેલો નોકર નહિ સમજતાં એને પોતાના મિત્ર અને શરૂ કરેલા કાર્યમાં પરમ સહયોગી માનીને એને આવશ્યક અનુકૂળતા કરી આપવી ઘટે. એ કળાકારને સદા સન્તુષ્ટ રાખવો જોઇએ. એને કોઈપણ રીતે ઠગવો ન જોઈએ. એને યોગ્ય વેતન આપવું એટલું જ નહિ પણ એની સાથે એવો વર્તાવ રાખવો જોઇએ કે જેથી એના માનસિક ભાવમાં-ઉલ્લાસમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થાય અને એ ઉત્તમ કળાકૃતિનું સર્જન કરી શકે.' આ બાબત પંચવત્યુગની ગા. ૧૧૧૦-૧૩૧૨ ગત “થયપરિણા' નામના પાહુડના સારરૂપઅનુકરણરૂપ જણાય છે. એમાં પ્રતિમા તૈયાર કરાવનારે એ ઘડનાર સાથે કેવું વર્તન રાખવું તે દર્શાવાયું છે. અવિવરણ– આના ઉપર યશોભદ્રસૂરિનું વિવરણ છે. ૧. આ ભાષાન્તર “વડોદરા દેશી કેળવણી ખાતું” તરફથી ઇ. સ. ૧૮૯૯માં છપાવાયું છે. ૨. આ વિવેચન મૂળ અને અર્થ સહિત “બુદ્ધિસાગર જૈન જ્ઞાનમંદિર” તરફથી ઇ. સ. ૧૯૫૦માં પ્રકાશિત કરાયું છે. યોગદષ્ટિ સ. યોગબિંદુ સટીક છપાયા છે. ૩. આ મૂળ કૃતિ યશોભદ્રસૂરિકૃત વિવરણ અને યોગદીપિકા સહિત “દે. લા. જૈ. પુ. સંસ્થા” તરફથી ઈ. સ. ૧૯૧૧માં પ્રકાશિત થઇ છે. વળી આ કૃતિ ઉપર્યુક્ત વિવરણ અને યોગદીપિકાને આધારે રચાયેલા ટિપ્પણો સહિત “ઋ. કે. હૈ. સં.” તરફથી વિ. સં. ૧૯૯૨માં પ્રસિદ્ધ કરાઈ છે. [‘ષોડશાધિકાર પ્રકરણ' નામે બન્ને ટીકા સાથે મુનિ વૈરાગ્યરતિ વિ. સંપાદિત નવસારીથી સં. ૨૦૫૫માં પ્રસિદ્ધ.] [બન્ને ટીકા સાથે શ્રી મહાવીરસ્વામિ છે. મૂ. તપાગચ્છ ટ્રસ્ટ મુંબઇથી ૧૯૮૪ માં] ૪. આ બાબત હિન્દીમાં મુનિશ્રી કાન્તિસાગરે “guદવા વૈભવ" નામના પોતાના હિન્દી પુસ્તક (પૃ. ૪)માં જણાવી છે. ૫. આ “દે. લા. જે. પુ.” તરફથી પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૪૦, ટિ. ૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy