SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો: પ્રિ. આ. ૪૯૩-૪૯૬] એક છે. પ્રહેલિકારૂપ છે. એ પૈકી પ્રથમ પદ્ય “દ્વિર્ચસ્તસમસ્ત જાતિના અને દ્વિતીય પદ્ય “વ્યસ્તસમસ્ત' જાતિના દૃષ્ટાન્તરૂપ છે. બંને પ્રહેલિકાના ઉત્તર અનુક્રમે નાયકદે અને સાહનાથુ છે. ૮૦મું પદ્ય નિરોષ્ઠ' કાવ્યરૂપ છે. (૧૨) 'વિજ્ઞપ્તિકા (વિ. સં. ૧૭૦૪)- આ ઉપાધ્યાય ધનવિજયગણિએ સુરતમાં રહેલા વિજયદેવસૂરિને ઉદેશીને રાજપુરથી ૮૬ પદ્યોમાં વિ. સં. ૧૭૦૪માં લખેલી કૃતિ છે. એમાં તીર્થકરના વર્ણન બાદ સૂર્યપુર (સુરત)નું અને રાજપુરનું વર્ણન છે. ૮૬મું પદ્ય જોતાં એમ લાગે છે કે આ પત્રના પ્રેષક સિદ્ધવિજયના શિષ્યાણું છે. (૧૩) વિજ્ઞપ્તિકા (ઉ. વિ. સં. ૧૭૦૯)- આ દેવકપત્તનથી અમરચન્દ્રમણિએ પત્તનનગરમાં રહેલા વિજયસિંહસૂરિ ઉપર ૬૩ પદ્યમાં લખેલ વિજ્ઞપ્તિપત્ર છે. પ્રારંભમાં તીર્થકરનું વર્ણન છે. (૧૪) વિજ્ઞપ્તિકા (ઉ. વિ. સં. ૧૭૦૯)- આ સ્તંભતીર્થથી કમલવિજયગણિએ P. ૪૯૬ વિજયસિંહસૂરિને ૧૪૩ પદ્યમાં કરેલી વિજ્ઞપ્તિ છે. એ આ કમલવિજયગણિના શિષ્ય રવિવિજય લખી હતી. (૧૫) *વિજ્ઞપ્તિકા (ઉં. વિ. સં. ૧૭૭૯)- આ યોધપુર (જોધપુર)થી પં. લાવણ્યવિજયગણિએ રાજનગરમાં રહેલા વિજયસિંહસૂરિ ઉપર ૯૧ પદ્યમાં લખેલી વિજ્ઞપ્તિ છે. આનો પ્રારંભ પાર્શ્વનાથની સ્તુતિથી કરાયો છે. ત્યાર બાદ પદ્ય ૧૪-૨૮માં રાજનગરનું વર્ણન છે. વિજયસિંહસૂરિનું વર્ણન પદ્ય ૪૫-૬૧માં કરાયું છે. (૧૬) વિજ્ઞપ્તિકા (ઉ. વિ. સં. ૧૭૧૩)- આ રવિવર્ધનગણિએ રાજનગર યાને અહમ્મદાવાદ (અમદાવાદ)માં રહેલા વિજયદેવસૂરિ ઉપર ૬૩ (૪૬ + ૧ + ૮ + ૮) પદ્યમાં લખેલી વિજ્ઞપ્તિ છે. અંતમાંના સોળ પદ્યો વિજયદેવસૂરિના ગુણગાનરૂપ છે. એનો ગિરાષ્ટક' અને ‘યશોડષ્ટક' તરીકે ઉલ્લેખ કરાયો છે. આ કૃતિની છેલ્લી પંક્તિમાં શ્રીપૂત્રે ૧૦૦ નાસ્તિ એવો ઉલ્લેખ છે તો એનો અર્થ સમજાયો નથી. (૧૭) "વિજ્ઞપ્તિકા (ઉ. વિ. સં. ૧૭૧૩)- આ પં. વિનયવર્ધમાનગણિએ વિન્ધિપુરથી સૂરતિ (સુરત)માં રહેલા વિજયદેવસૂરિ ઉપર ૭૫ પદ્યમાં લખેલી કૃતિ છે. ૩૧મું પદ્ય પ્રહેલિકારૂપ તેમ જ વ્યસ્તસમસ્ત જાતિના ઉદાહરણરૂપ છે. આ પ્રહેલિકાનો ઉત્તર ‘સૂરતિ છે. ૧. આ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૫૯-૧૮૪)માં છપાવાઈ છે. ૨. આ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૫૯-૧૬૧)માં છપાવાઇ છે. ૩. આ વિ: લે. સં. (ભા. ૧, પૃ. ૧૭૯-૧૮૪)માં પ્રસિદ્ધ કરાઈ છે. ૪-૬. આ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૮૫-૨૦૪)માં પ્રકાશિત કરાઈ છે. ૭. એમની અન્ય બે વિજ્ઞપ્તિકા માટે જુઓ પૃ. ૪૯૪-૪૯૫ ૮. સૂર, રતિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy