SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ P ૪૯૪ ૨૯૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ આ કૃતિ (પૃ. ૧૪૩)માં પ્રજ્ઞાપના, પ્રથમાંગસૂત્ર (આયાર) અને કલ્પસૂત્રનો ઉલ્લેખ છે. ૧૫૪માં, ૨૨૮મા તથા ૨૫૩મા એ ત્રણ પદ્યના અંતમાં “પરિધિ'નો ઉલ્લેખ છે. ૧૭૫માં પદ્યના અંતમાં નીચે મુજબ ઉલ્લેખ છે : "कङ्कणमध्यस्थस्वस्तिक१चमररबीजपुर३कमल४धनु:५स्थपनिका६चित्रमयोकः"। ૨૨૦મા પદ્યના અંતમાં પરિધિ તથા આ ચિત્રો વડે ૨૦ દલનો કમલબન્ધ એવો ઉલ્લેખ છે. ૧૯૭૦મા પદ્યના અંતમાં “HMEદયપબ્લિતવૃત્તરૂપતીનિતદારવન્યવત્રF” ઉલ્લેખ છે. ૧૮૦મા, ૧૮૭માં અને ૧૯૨મા એ ત્રણ પદ્યાના અંતમાં અનુક્રમે પ્રથમ મધ્યમણિહારબંધ, પદકડી અને દ્વિતીયમધ્યમણિ ઉલ્લેખ છે. પ્રસ્તુત વિજ્ઞપ્તિકાની હાથપોથી આકારચિત્રોથી અલંકૃત હશે. જો એમ જ હોય તો પહેલી તકે વિજ્ઞપ્તિકા સચિત્ર સ્વરૂપે પ્રસિદ્ધ કરવી ઘટે. | (૯) વિજ્ઞપ્તિપત્ર (વિ. સં૧૬૯૯)- આ વિજયસિંહના શિશુ (શિષ્ય) ઉદયવિજયની ૩૧૭ પદ્યની રચના છે. આ બે વિભાગમાં વિભક્ત ૬૭ બંધોથી અલંકૃત છે. એ પૈકી નિમ્નલિખિત બન્યોને લગતાં ઉદાહરણરૂપ સંસ્કૃત પઘો ભાગ્યે જ જોવામાં આવે છે : નાગપાશ, પતાકા, મુગર, રથ, સિંહાસન અને સ્થાનિકા. (૧૦) વિજ્ઞપ્તિકા (વિ. સં. ૧૭૦૩)- આ વિનયવર્ધનગણિએ વિજયસિંહસૂરિ ઉપર ૯૪ પદ્યમાં વિ. સં. ૧૭૦૩માં લખેલ વિજ્ઞપ્તિપત્ર છે. પ્રારંભમાં શાન્તિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીને ઉદેશીને પદ્યો છે. ત્યાર બાદ “કૃષ્ણકોટ્ટ' પુરનું વર્ણન છે. ત્યાર પછી વિનયવર્ધનગણિએ પોતાને ત્યાંના સમાચાર રજૂ કર્યા છે અને પછી વિજયસિંહસૂરિનું એમના મુખ અને યશને લક્ષીને વર્ણન છે. ૭૪મા અને ૭૧મા પદ્ય પ્રહેલિકારૂપ છે. (૧૧) 'વિજ્ઞપ્તિકા (વિ. સં. ૧૭૦૪)– આ ઉપર્યુક્ત વિનયવર્ધનગણિએ જ વિજયસિંહસૂરિ ઉપર વિંદિથી વિ. સં. ૧૭૦૪માં વિજયદશમીએ લખેલ વિજ્ઞપ્તિપત્ર છે. એમાં ૧૦૪ પદ્યો છે. એમાં વિંદદિનું તથા ગુરુનું વર્ણન છે. પદ્ય ૬૩-૭૭ કમલબન્ધમાં છે. આ પ્રત્યેક પદ્યના એકે એક ચરણના અંતમાં “સારંગ' શબ્દ છે. એના સૂર્ય, ચન્દ્ર ઇત્યાદિ ૬૦ અર્થ અપાયા છે. ૭૮મું અને ૭૯મું પદ્ય ૧. આની કાગળ ઉપર લખાયેલી પરંતુ કપડા ઉપર ચોંટાડાયેલા લખાણવાળી એક હાથપોથી મુનિશ્રી પુણ્યવિજયજી પાસે મેં જોઈ હતી. એ ૧૦ ઇંચ પહોળી અને ૨૦ ફૂટ અને ૯ ઇંચ લાંબી છે. એ જાતજાતના ચિત્રોથી અલંકૃત છે. એમાંનાં ત્રણ પદ્યો મેં I L D નામના મારા લેખના બીજા હપ્તા (પૃ. ૧૨૬)માં આપ્યાં છે. ૨. આનાં નામ મેં ઉપર્યુક્ત લેખ (પૃ. ૧૨૬) માં આપ્યાં છે. ૩. આ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૨૦૫-૨૦૮)માં છપાવાઈ છે. ૪. આ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૨૨૯-૨૧૩)માં છપાવાઈ છે. ૫. સરખાવો ગુણવિજયકૃત મહાવીરજિનસ્તવ. જુઓ. પૃ. ૪૭૩. P ૪૯૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy