SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૨ : શ્રવ્ય કાવ્યો : અનેકાર્થી કૃતિઓ : પ્રિ. આ. ૪૬૭-૪૭૧] ૨૮૩ (૧૩) પદર્શનસમુચ્ચય (શ્લો. ૧)ના વિવિધ અર્થ (લ. વિ. સં. ૧૪૬૦)- સમભાવભાવી હરિભદ્રસૂરિએ જે પદર્શનસમુચ્ચય રચ્યો છે તેના આદ્ય પદ્યની ટીકા (પત્ર ૧-૩)માં ગુણરત્નસૂરિએ પાંચેક અર્થો કર્યા છે : (૧૪) જગનાથીય પદ્ય (વિ. સં. ૧૬૯૯)- આને . જુગલકિશોર મુખ્તારે ચતુર્વિશતિસન્ધાન-કાવ્ય કહ્યું છે પણ એ એક જ પદ્યરૂપ હોવાથી હું એની અહીં નોંધ લઉં છું. આ પદ્ય દિ. નરેન્દ્રકીર્તિના શિષ્ય પંડિત જગન્નાથે એવી રીતનું રચ્યું છે કે જેથી એના ૨૫ અર્થો થાય છે. એમાં P ૪૭૦ ઋષભદેવ વગેરે જે ૨૪ તીર્થકરોનાં નામ છે તે પ્રત્યેકની અલગ અલગ સ્તુતિરૂપ એકેક અર્થ છે અને ૨૫મો અર્થ સમુચ્ચય-સ્તુતિરૂપ છે. આ પદ્ય નીચે મુજબ છે : ટીકા- આ સ્વપજ્ઞ છે. (૧૫) પંચવટી– આના આદ્ય પદ્યમાં ઋષભદેવ પ્રમુખ ૨૪ જિનવરોનાં નામ છે અને એની સંસ્કૃત વ્યાખ્યામાં આ પદ્યના ૨૪ અર્થો કરાયાં છે. આ પદ્ય નીચે મુજબ છે : “श्रीधर्मो वृषभोऽभिनन्दन अरः पद्मप्रभः शीतलः शान्तिः सम्भव वासुपूज्य अजितश्चन्द्रप्रभः सुव्रतः । श्रेयान् कुन्थुरनन्त वीर विमलः श्रीपुष्पदन्तो नमिः શ્રીનેમિ સુમતિઃ સુપરિનર મનિ:પાતુ વ: II? I'” વ્યાખ્યા- આ પદ્યની સંસ્કૃતમાં વ્યાખ્યા કરાઈ છે. આ પ્રમાણે આપણે અનેકાર્થી એવાં બે પાઈય અને તેર સંસ્કૃત પદ્યો વિચારી ગયા એટલે હવે અન્ય પ્રકારની અનેકાર્થી કૃતિઓ જોઈ લઈએ. “અર્થરત્નાવલી કિંવા અષ્ટલક્ષાર્થી (વિ. સં. ૧૬૪૯)- આના કર્તા (ખરતર' ગચ્છના P ૪૭૧ ઉપાધ્યાય સમયસુન્દરગણિ છે. અર્થરત્નાવલી એ મૂળ કૃતિનું નામ નથી પરંતુ એની સ્વોપજ્ઞ (?) ૧. આ પદ્ય નીચે પ્રમાણે છે. : “સનં નવં નવા વીર દાદ્વૈશમ્ | सर्वदर्शनवाच्योऽर्थः सङ्क्षेपेण निगद्यते ॥१॥" ૨. આનું નામ તર્કરહસ્યદીપકા છે. ૩. આ નામ મેં યોજયું છે. આ પદ્ય રવજી સખારામે સોલાપુરથી ઈ. સ. ૧૯૨૧ પ્રકાશિત કર્યું છે. ૪. આ સંબંધમાં જુઓ પૃ. ૨૧૦ અને એનું દ્વિતીય ટિપ્પણ. પ. જુઓ “વીરસેવામંદિર” તરફથી ઇ. સ. ૧૯૪૯ (?)માં પ્રકાશિત જૈન-ગ્રંથ-પ્રશસ્તિસંગ્રહ (પૃ. ૭૮) ૬. જુઓ ‘વીરસેવામંદિર” તરફથી પ્રકાશિત સ્વયંભૂસ્તોત્રની હિંદી પ્રસ્તાવના (પૃ. ૨૪) ૭. આથી મલ્લિનાથ અભિપ્રેત છે. ૮. આ પૈકી અંતિમ બે પદ્યોના કર્તા દિગંબર છે. ૯. આ કૃતિ “દે. લા. જૈ. પુ. સંસ્થા” તરફથી ઈ. સ. ૧૯૩૩માં પ્રકાશિત અને કાર્યરત્નમંજૂષા (પૃ. ૧-૭૦)માં છપાવાઈ છે. એનું સંપાદન મેં કર્યું છે, આ સંગ્રહનું નામ પણ મેં યોજ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy