SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૨ (૭) હર્ષકુલીય શતાર્થી (લ. વિ. સં. ૧૫૭૦)– વિમલવિજયગણિએ બન્ધહઉદયતિભંગીની ટીકામાં કહ્યું છે કે હર્ષકુલગણિને ‘શતાર્થ'નું બિરુદ હતું. આ ઉપરથી એ વાત ફલિત થાય છે કે એમણે કોઈક પદ્યના સો અર્થ કર્યા હશે- એમની કોઈ શતાર્થી હશે. એઓ હેમવિમલસૂરિના શિષ્ય થાય છે. એમણે વિદ્યારત્ન વિ. સં. ૧૫૬૭માં રચેલા કૂર્મપુત્રચરિત્રનું સંશોધન કર્યું હતું અને એમણે વિ. સં. ૧૫૮૩માં સૂયગડ ઉપર દીપિકા રચી છે. (૮) યોગશાસ્ત્ર (૨, ૧૦)- શતાથ (લ. વિ. સં. ૧૬૫૨)– યોગશાસ્ત્ર (પ્ર. ૨)ના P ૪૬૮ “પરિગ્રહારંભ'થી શરૂ થતા નિમ્નલિખિત દસમા પદ્યને અંગે બુદ્ધિસાગરના શિષ્ય માનસાગરે વિજયસેનસૂરિના રાજ્યમાં એટલે કે વિ. સં. ૧૬૫રથી ૧૬૭૧ના ગાળામાં શતાર્થી રચી છે : परिग्रहारम्भमग्ना स्तारयेयुः कथं परान् । સ્વયં રિદ્રો પરમીશ્વરી/મીશ્વર: || ૨૦ || આની વૃત્તિના પ્રારંભમાં માનસાગરે કહ્યું છે કે હીરવિજસૂિરિએ શતાર્થની પરીક્ષા માટે *ઉપર્યુક્ત પદ્ય આપતાં એની શતાર્થી હું રચું . આ શતાર્થી ચોવીસ તીર્થંકરો, પાંચ પરમેષ્ઠી, બ્રહ્મા, વિષ્ણુ, આઠ દિપાલો, ચૌદ સ્વપ્ન ઇત્યાદિને અંગેના ૧૦૬ અર્થ રજૂ કરે છે. | (૯) યોગશાસ્ત્ર (૨, ૮૫)- શતાર્થી (લ. વિ. સં. ૧૬૭૦)- જયસુન્દરસૂરિએ યોગશાસ્ત્ર (પ્ર. ૨)ના નિમ્નલિખિત પદ્યને અંગે શતાર્થો રચ્યાનું કહેવાય છે :P ૪૬૯ “प्राप्तुं पारमपारस्य पारावारस्य पार्यते । __ स्त्रीणां प्रकृतिवक्राणां दुश्चरित्रस्य नो पुनः ॥८५॥" (૧૦) અજ્ઞાતકર્તૃક શતાથ– આ કૃતિની નોંધ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૭૧)માં છે એની હાથપોથી “મોહનલાલજી જ્ઞાનભંડાર”માં હોવાનું અહીં કહ્યું છે. (૧૧) યોગશાસ્ત્રાદ્યપદ્ય-પંચશતાર્થી (લ. વિ. સં. ૧૬૭૦)- “તપા’ ગચ્છની પટ્ટાવલી ઉપરથી એમ જણાય છે કે યોગશાસ્ત્રના નિમ્નલિખિત આદ્ય પદ્યના પાંચ સો અર્થ લાભવિજયગણિએ કર્યા હતા. (એ સંસ્કૃતમાં હશે) – નમો દુર્વારા સ્વૈરિવારનવારિn | અદતે યોનિથાય મહાવીરાય તાયને ? ” (૧૨) યોગશાસ્ત્રાદ્યપદ્ય-સપ્તશતાર્થી (ઉ. વિ. સં. ૧૬૭૨)- ‘તપા’ ગચ્છની પ્રાપ્તન પટ્ટાવલીનાં ચાર પાઇય પોની મહોપાધ્યાય મેઘવિજયગણિએ વૃત્તિ રચી છે. તેના આદ્ય પદ્યની વૃત્તિ (પૃ. ૧૩૪)માં વિજયસેનસૂરિએ યોગશાસ્ત્રના આદ્ય પદ્યના સાત સો અર્થ કર્યાનો ઉલ્લેખ છે. ૧. શમર્ચ ને બદલે દાતશર્ગ એવો પાઠ જોવાય છે. એ હિસાબે તો આ પદ્ય દસમું નહિ પણ બારમું ગણાય, જો કે મુદ્રિત આવૃત્તિમાં તો એ દસમું જ છે. ૨. આ વૃત્તિ “સિં. જે. ગ્રં.”માં પ્રકાશિત દિગ્વિજય મહાકાવ્યના અંતમાં પરિશિષ્ટ તરીકે પૃ. ૧૪-૧૪૧માં અપાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy