SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધસૂરિકૃતસાત ઉપક્રમનું સ્વરૂપ ટુંકામાં આ રીતે જાણવું–પોતાના જ મનમાં ઉત્પન્ન થયેલા અધ્યવસાયાદિકથી અને બીજાએ ઉત્પન્ન કરેલા વિષ તથા શસ્ત્રાદિકથી જે પિતાના જીવનને અંત આવે તે તમામ ઉપક્રમો કહેવાય છે. તે ઉપક્રમના અધ્યવસાય વિગેરે સાત ભેદ, કહેલા છે, તે આ પ્રમાણે-- અwવસાણ નિમિત્તે, આહારે વેયણા પરાધાએ ! ફાસે આણખાણ, સત્તવિહં ઝિએ આઉ છે ૧ છે અર્થ(૧) અધ્યવસાન, (૨) નિમિત્ત, (૩) આહાર, (૪) વેદના, (૫) પરાઘાત, (૬) સ્પર્શ અને (૭) શ્વાસોશ્વાસ એ સાત પ્રકારે આયુષ્યને ક્ષય થાય છે.” વિવરણ – અધ્યવસાયના ત્રણ પ્રકાર છે-રાગનો ભય અને સ્નેહને અધ્યવસાય. તેમાં રાગને અધ્યવસાય પણ મરણને હેતુ થાય છે. જેમ કેઈ એક અતિ રૂપવાન યુવાન મુસાફર અરણ્યમાં તરસ્યો થવાથી પ્રપ (પાણીની પરબ)ને સ્થાને ગયા. ત્યાં પાણી પાનારી સ્ત્રીએ જળ લાવીને તેને પાયું. પછી મુસાફર પિલી એ ના કહ્યાં છતાં પણ ત્યાંથી ચાલતો થયો. તે સ્ત્રી તેની સામું જ જોઈ રહી, અને જયારે તે મુસાફર અદશ્ય થયો, ત્યારે તે સ્ત્રી તેની ઉપરના પ્રબલ રાગના અધ્યવસાયથી તરત જ મૃત્યુ પામી. (૧) (૨) ભયના અધ્યવસાયથી કૃષ્ણ વાસુદેવને જોઈને મિલ બ્રાહ્મણ હૃદયસ્ફોટ (હાર્ટ ફેલ) થવાથી મરી ગયે; તેમજ મૃગાવતીને સ્વામી શતાનિક રાજા ચંડપ્રદ્યોત રાજાને સૈન્ય સહિત આવતો સાંભળીને તેના ભયથી મરણ પામે. (૩) સનેહના અધ્યવસાયથી મરણ પામેલાનું દષ્ટાંત એ છે કે “તુરંગપુરમાં નરવર નામે રાજા હતા. તેને ભાનુ નામે મંત્રી હતું. તે મંત્રીને સરસ્વતી નામની પત્ની હતી. તે દંપતીને પરસ્પર અત્યંત સ્નેહ હતો. તે વાત રાજાના સાંભળવામાં આવવાથી તેની પરીક્ષા કરવાને રાજાને વિચાર થયે. એક વખત રાજા મંત્રી સહિત શીકાર રમવા માટે વનમાં ગયે, ત્યાં કઈ પ્રાણીનું રુધિર મંત્રીના વસ્ત્ર તથા ઘોડા પર લગાડીને રાજાએ તે અશ્વ ગામમાં તેને ઘેર મોકલી દીધા. પિતાના પ્રિય સ્વામી વિના તેનાં વસ્ત્ર તથા અશ્વને રૂધિરવાળાં જોઈને “હાય ! હાય! શીકાર રમવા ગયેલા મારા પતિને કઈ સિંહાદિકે મારી નાંખ્યા” એમ ધારીને સરસ્વતી જાણે વજાથી હણાયેલી હોય તેમ ભૂમિ પર પડીને મરણ પામી. તે વાત જાણીને રાજાને અત્યંત ખેદ થયો. પછી તે ભાનમંત્રી પ્રિયાવિયોગના દુખથી યોગી થઈને ગંગા કિનારે ગયો. તે સરસ્વતી મૃત્યુ પામીને ગંગાનદીને કિનારે આવેલા મહારથપુરના રાજાની પુત્રી થઈ. ભાનુ યેગી બાર વર્ષ વ્યતીત થયા પછી ભિક્ષા માટે ફરતાં ફરતાં તે રાજમંદિરે ગયો. ત્યાં તે કન્યા તેને જોઈને ભિક્ષા લઈ તેને આપવા આવી પણ તે ગીના દર્શનથી જાણે ચિત્રમાં ચિન્નેલી હોય તેમ સ્તબ્ધ થઈ ગઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy