SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ | શ્રી વિજ્યપદ્ધજીસ્કૃિતમણનાણી ઉપજે તે ક્ષણે સુર દૂષ્યર સ્કંધે સ્થાપતા, જાવજીવ સ્થિતિ તેહની ત્યાંથીજ ગજપુરજ આવતા. ર૦૯ સ્પષ્ટાર્થ–પાલખીમાં બેસીને ભગવાન અયોધ્યા નગરીની (૬૬ ) બહાર આવેલા સિદ્ધાર્થ નામના વનમાં ( ૬૭ ) અશોક વૃક્ષની (૬૮) નીચે આવે છે. પછી અપરાન એટલે પાછલા પહોરમાં (૬૯) ચાર મુષ્ટિ (મૂઠી) લેચ (૭૦) કરીને પ્રભુ સંયમી થયા હતા. એટલે પ્રભુ પિતાની મેળે દીક્ષા લે છે. તે વખતે પ્રભુને ચોથું મન:પર્યવ નામનું જ્ઞાન (૭૧) ઉત્પન્ન થાય છે. દરેક તીર્થકર જ્યારે દીક્ષા ગ્રહણ કરે, ત્યારે તેમને મનઃપર્યવ જ્ઞાન ઉપજે છે. કારણ કે બીજા જ્ઞાને તે સાધુ લિંગમાં અને ગૃહસ્થાદિ અન્ય લિંગમાં પણ થાય છે, પરંતુ મન:પર્યવ જ્ઞાન તે સાધુ દ્રવ્યલિંગ એટલે સાધુના વેશમાં જ થાય છે. પ્રભુ દીક્ષા લે છે તે વખતે દેવતા દેવ દ્રષ્ય વસ્ત્ર (૭૨) પ્રભુના ખભા ઉપર સ્થાપન કરે છે. તે દેવદૂષ્ય વસ્ત્ર જાવજજીવ (૭૩) સુધી એટલે પ્રભુ મોક્ષે જાય ત્યાં સુધી રહે છે. પ્રભુ સ્વયં દીક્ષા લઈને ગજપુર એટલે હસ્તિનાપુર નગરમાં (૭૪) આવ્યા હતા. ૨૯ દીક્ષા સમયથી વર્ષ૦૫ વીત્યે ઈક્ષ રસ૬ શ્રેયાંસથી,૭૭ વહેરી જિનેશ્વર કરતા પહેલું પારણું ત્યાં એહથી; દિવ્ય પ્રકટ્યા પાંચ૭૮ સાડી બાર કડી૯ હેમની, થાય વસુધારા હકીકત બેઉ સમ ગ્રેવીસની. ૨૧૦ સ્પષ્ટાથે–દીક્ષા લીધા પછી પ્રભુને પ્રથમ બાંધેલ અંતરાય કમ ઉદયમાં આવેલું હોવાથી સાધિક એક વર્ષ સુધી આહાર મળે નહિ. એક વર્ષ ઉપર ડોક કાલ ગયા પછી (૫) બાહુબલિના પુત્ર શ્રેયાંસકુમારે (૭૬) તેમને ઈલ્લુસ (૭૭) એટલે શેરડીને રસ વહોરાવીને પારણું કરાવ્યું તે વૈશાખ સુદ ત્રીજને દિવસ હતો. પ્રભુએ તે દિવસે પારણું કર્યું તેથી તે દિવસ અક્ષયતૃતીયા અથવા અખાત્રીજ નામે પ્રસિદ્ધ થયો. અને ત્યારથી લોકમાં વષીતપની તપશ્ચર્યા શરૂ થઈ. જ્યારે પ્રભુએ પારણું કર્યું ત્યારે પાંચ દિવ્ય (૭૮) પ્રગટ થયા. તે વખતે સાડા બાર કોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. (૭૯) આ ૭૮મી અને ૭લ્મી બાબત બાકીના ત્રેવીસ જિનેશ્વરને વિષે પણ સરખી જાણવી. ૨૧૦ શ્રેયાંસ દાને તેજ ભવમાં પામતા શિવશર્મને, 2ષભતીથે વર્ષ તપ૮૧ ઉત્કૃષ્ટ અભિગ્રહ-૨ ચારને, પ્રભુ ધારતા દેશે અનાર્થે આર્ય દેશે વિચરતા,૮૩ છઘ0 વર્ષ હજાર ૪ ઉપસર્ગો વૃષભને ના થતા.૮૫ ૨૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy