SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] ૧૮૭ ગુલ ૪૦૦ ગુણ લાંબો અને અઢી ગુણે પહેળો હોય છે. અને પ્રથમ પ્રભુના પિતાના આંગલનું પ્રમાણ પણ તેટલું જ (પ્રમાણગુલ જેટલું) હતું. માટે પ્રથમ તીર્થંકરની અપેક્ષાએ પ્રમાણાંગુલ અને આત્માગુલ સરખા જાણવા. આ આત્માગુલનું ઉત્કૃષ્ટ પ્રમાણ જાણવું. આત્માગુલના અનેક પ્રકાર કહ્યા છે. કારણ કે જે કાળે જે જિનેશ્વર વગેરે ઉત્તમ પુરૂષો હેય તેમનો જે આંગલ તે આત્માગુલ કહેવાય છે. પહેલા તીર્થંકરના આત્માંગુલ પછી ધીમે ધીમે ઘટતો ઘટતો તે (આમાંગુલ) ચોવીસમા મહાવીર સ્વામીને આત્માગુલ ઉત્સધાંગુલથી ફક્ત બમણા પ્રમાણવાળે હતો. ૨૦૬ તન જાણુએ કલ્પકુ ફલ આહારપર પૂર્વ વિવાહિતા, વીશ લાખ પૂર્વ કુમારભાવે૪ લાખ તેસઠ ભૂપતા૫૫ ચકિત્વકાલ નથીપક વૃષભનો વિનવવાને આવતા, લોકાન્તિકે નવ૫૭ એક વર્ષે દાન પ્રભુ આ આપતા. ૨૦૭ સ્પાર્થ –પ્રભુ કલ્પફળ એટલે કલ્પવૃક્ષના ફળને આહાર (૫૨) કરતા હતા. વળી પ્રભુ પૂર્વ વિવાહિતા (૫૩) એટલે દીક્ષા લીધા પહેલાં પરણેલા હતા. પ્રભુ કુમાર ભાવમાં વીસ લાખ પૂર્વ (૫૪) સુધી રહ્યા હતા. અને ભૂપતા એટલે રાજાપણે (૫૫) ત્રેસઠ લાખ પૂર્વ સુધી રહ્યા. વૃષભદેવને ચકિવકાલ (૫૬) એટલે ચકવતી પણાને કાલ નહે, કારણકે તેઓ ચકવતી નહોતા. પ્રભુને દીક્ષા લેવાને કાલ નજીક આવે ત્યારે નવ લોકાન્તિક (૫૭) દેવો તેમની આગળ આવીને “હે પ્રભુ! ધર્મ તીર્થ પ્રવર્તા” એ પ્રમાણે વિનવે છે, ત્યાર પછી પ્રભુ એક વર્ષ સુધી દાન આપે છે. આ સાંવત્સરી દાન કહેવાય છે. એક વર્ષમાં પ્રભુ કેટલું દાન આપે છે તે ૨૦૮મા શ્લેકમાં જણાવે છે. ૨૦૭ ત્રણસે અચાસી કોડ એંશી લાખ સેનૈયા૫૮ દીએ, પશ્ચિમક વયે ચૈતર તણી વદ આઠમે ઈમ જાણિએ, ઉત્તરાષાઢા અને ધનુર રાશિ દીક્ષા અવસરે, છડુ ક તેમ સુદર્શન શિબિકા સહસ ચઉકેપ અનુસરે. ૨૦૮ સ્પષ્ટાથી–તે સાંવત્સરી દાનમાં પ્રભુ ત્રણ અઠ્યાસી કોડ ને એંસી લાખ સેનૈયા (૫૮) યાચકને આપે છે. ત્યાર પછી પ્રભુ પ્રશ્ચિમ વયે એટલે પાછલી વયમાં (૫૯) ચૈત્ર મહિનાની વદ આઠમને દિવસે (૬૦) ઉત્તરાષાઢા નક્ષત્ર (૬૧) અને ધનુરાશિમાં (૬૨) દીક્ષા ગ્રહણ કરે છે. તે વખતે પ્રભુએ છઠ્ઠને તપ (૬૩) કરેલો હતે. દીક્ષા લેવા જતી વખતે પ્રભુજી સુદર્શન નામની શિબિકા એટલે પાલખીમાં (૬૪) બેસે છે. તે વખતે તેમની સાથે દીક્ષા લેનારા બીજા ચાર હજાર માણસોને (૬૫) સમુદાય હતે. ૨૦૮ અયોધ્યા ૬ સિદ્ધાર્થ વનના અશોક૬૮ નીચે આવતા, અપરાદ્ધમાં ચઉમુષ્ટિ૭૦ લચે સંયમી પ્રભુજી થતા; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy