SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ || શ્રી વિજ્યપદ્ધસૂરિકૃતઅર્થ–“ બુદ્ધિશાલી સાધુ ક્રોધ, માન, માયા, લાભ, હાસ્ય, ભય, મુખરતા, અને વિકથા એ આઠ સ્થાન વજીને અસાવદ્ય એવા કાર્યમાં યથાયોગ્ય કાળે ભાષા બોલે.૧-૨ વિશેષાર્થ–કેઈ પિતા પિતાના પુત્ર ઉપર અતિ ક્રોધ કરીને તેને કહે કે “તું મારે પુત્ર નથી” અથવા પાસે રહેનાર બીજા માણસને કહે કે “આને બાંધે, બાંધ” તે ક્રોધ દેષ જાણવ, તેના પર અમરદત્ત મિત્રાનંદ વિગેરેનાં છાત છે (૧). કઈ માણસ મરિચિની જેમ “ જાતિ વિગેરેના મદથી મારા જે ઉચ્ચ કેઈ નથી” વગેરે વચન બોલે તે માન દેષ જાણ (૨). મલ્લિનાથ પ્રભુના પૂર્વ ભવની જેમ અથવા અભયકુમારને પકડી લાવવા માટે ચંડપ્રદ્યોત રાજાએ મોકલેલી વેશ્યાની જેમ જે અન્યને છેતરવા માટે કપટથી બોલે તે માયા દેષ જાણો (૩). ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ વિગેરેની જેમ અન્યના ભાંડાદિકને પિતાના કહેવા તે લેભ દોષ જાણ (૪). “જે મહાવિદેહક્ષેત્રમાં વિહરમાન તીર્થકરે વિચરે છે, તે તે ઉપકાર કરવાને માટે આ ભરતક્ષેત્રમાં કેમ આવતા નથી? અહીં ક્ષણવાર રહીને લોકના મનના સંદેહે દૂર કરીને પછી ચાલ્યા જાય, તે બહુ સારું” એમ જે બોલવું તે હાસ્ય દેષ જાણ (૫). કાંઈ પણ કાર્ય કરીને કેઈના પૂછવાથી ભયને લીધે “મેં આ કાર્ય કર્યું નથી, કેઈ બીજાએ કર્યું હશે ” એમ જે બોલવું તે ભય દેષ જાણ (૬). જેનું દૃષ્ટાંત આગળ કહેવામાં આવશે એવી રજજા સાધ્વીની જેમ મુખરતાથી ( વાચાપણાથી) વિચાર વિના પરના અવર્ણવાદ બેલવા તે મુખરતા દેષ જાણ (૭). સ્ત્રીયાદિકની કથામાં “અહો ! આ સ્ત્રીનાં કટાક્ષ વિક્ષેપ તથા લાવણ્યાદિક કેવાં સુંદર છે ?” વગેરે વચને બેલવા અથવા ભુવનભાનુ કેવલીના જીવ રોહિણી સ્ત્રીની જેમ બોલવું તે વિકથા દેષ જાણ (૮). અહીં મુખરતા દેષ ઉપર રજજા સાથ્વીનું દૃષ્ટાંત ટૂંકામાં આ રીતે જાણવું– શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે શ્રી મહાવીર સ્વામી એકદા દેશનામાં બોલ્યા કે એકજ માત્ર કુવાકય બલવાથી રજજા નામની આર્યા મહા દુઃખ પામી.” તે સાંભળીને ગૌતમ ગણધરે વિનંતિપૂર્વક પૂછયું કે “હે ભગવન ! તે રજજા સાધ્વી કેણુ? અને તેણે ખરાબ બોલવાથી શું પાપ ઉપાર્જન કર્યું ? કે જેને આ પ્રમાણે ભયંકર વિપાક આપે વર્ણવે છે?” ભગવાન બોલ્યા કે “હે ગૌતમ! આ ભરતક્ષેત્રમાં પૂર્વે ભદ્ર નામે એક આચાર્ય હતા. તેમના ગચ્છમાં પાંચસો સાધુઓ અને બારસે સાધ્વીઓ હતી. તેમના ગચ્છમાં ત્રણ ઉછાળા આવેલું, આયામ (ઓસામણ) અને સૌવીર ( કાંજી ) એ ત્રણ જાતનું જ જળ વપરાતું હતું. ચોથી જાતનું પાણી પીવાતું નહોતું. એકદા રાજા સાધ્વીના શરીરમાં પૂર્વ કર્મના ઉદયથી કેઢ વ્યાધિ ઉત્પન્ન થયે, તે જોઈને બીજી સાથ્વીએએ તેને પૂછયું કે “હે દુષ્કર સંયમ પાળનારી ગુણીજી ! આ તમને શું થયું?” તે સાંભળી પાપકર્મથી ઘેરાયેલી રજજા સાવી બોલી કે “ આ પ્રાસુક જળ પીવાથી મારું શરીર નષ્ટ થયું.” તે સાંભળીને “આપણે પણ આ પ્રાસુક જળ પીવાનું તજી દઈએ” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy