SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસતી સીતા - - - - - સીતાજી હિંમત લાવી બોલ્યાં માતાજી ! જે દુ:ખો ભોગવવાનાં હશે તે ભોગવીશ, પણ રામ વિના મારાથી એકલાં નહિ રહેવાય.” કૌશલ્યાએ બહુ દુઃખી હૃદયે સીતાને રામની સાથે જવાની રજા આપી. સીતાને વનમાં સાથે આવવાને તૈયાર થયેલાં જોઈ રામ બોલ્યા: ‘સીતા ! મારું કહ્યું માનો, તમે ઘેર રહી માતાજીની સેવા કરો. તમારાથી જંગલનાં દુઃખો વેઠાશે નહિ.” સીતા કહે, ‘તમારા વિના આ રાજમહેલ મને સ્મશાન જેવો લાગશે. તમારી સાથે વનનાં દુઃખો પણ દુઃખ જેવાં નહિ લાગે. મને અહીં મૂકીને ન જશો; હું ઝૂરી ઝૂરીને મરી જઈશ.' રામચંદ્રને લાગ્યું કે સીતા કોઈ રીતે રહેવાનું કબૂલ નહિ જ કરે, એટલે સાથે લીધાં. વીર લક્ષ્મણને ખબર પડી એટલે તે પણ જવા તૈયાર થયા. સંસારમાં બંધુપ્રેમ તો લક્ષ્મણનો. ભાઈના પ્રેમના લીધે વગર કારણે વનવાસ લીધો. આમ રામ, સીતા ને લક્ષ્મણ ગામ બહાર નીકળ્યાં. પુરજનોનાં ટોળેટોળાં તેમની પાછળ ચાલ્યાં. તેમની આંખોમાં આંસુ અને હૃદયમાં શોક હતો. રામચંદ્રજીએ બધાને ખૂબ સમજાવી મહામહેનતે પાછાં વાળ્યાં. રામ, સીતા ને લક્ષ્મણ દઢ મનથી ચાલતાં ચાલતાં નદી, નાળાં ને જંગલો વટાવવા લાગ્યાં. એમ કરતાં દંડકારણ્ય નામના ભયાનક જંગલમાં આવી પહોંચ્યાં. ત્યાં ગોદાવરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005458
Book TitleMahasati Sita Sati Mrugavati
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy