SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૪ ت . . ت . ت . ن . જ રહેવા દઉં ; સમય આવશે ત્યારે માગીશ.' રાજા દશરથ વૃદ્ધ થયા; સંસારની ધમાલમાંથી નિવૃત્ત થવા ચાહ્યું. એ વખતે રાજગાદી મોટા પુત્ર રામને આપવાનું નક્કી કર્યું. કેકેયીના મનમાં આ વખતે ઈર્ષાનો કીડો પેઠો : મારા ભરતને ગાદી કેમ ન મળે ? તેણે પેલું અનામત રાખેલું વચન યાદ કર્યું. તેમાં ભારતને ગાદી ને રામને ચૌદ વરસનો વનવાસ માગ્યો. વચનથી બંધાયેલા રાજા દશરથે એ વાત કબૂલ કરી, પણ હૃદય અત્યંત દુઃખી થયું. જે રામને સવારે અયોધ્યાની ગાદી મળવાની હતી તેમને વનવાસ મળ્યો. શું કર્મની વિચિત્રતા ! રામ પિતૃભક્ત હતા. પિતાના વચનને માન્ય કરવા તેઓ વનમાં જવાને તૈયાર થયા. તેમણે કૌશલ્યાજી આગળથી રજા લીધી. બીજી સાવકી માતાઓ આગળથી પણ રજા લીધી. એવામાં સીતાને એ સમાચાર મળ્યા. એટલે કૌશલ્યા આગળ જઈને એ કહેવા લાગ્યાં : “માતા ! મને પણ વનમાં જવાની રજા આપો.' આ સાંભળી કૌશલ્યાની આંખમાં આંસુ આવ્યાં. છાતીસરસી ચાંપીને તે બોલ્યાં : “બેટા ! તું ક્યાં જઈશ ? તારું આ સુકુમાર શરીર વનનાં દુઃખો શી રીતે સહન કરી શકશે? રામ જેવા પુરુષસિંહને તો એ કંઈ નહિ લાગે, પણ વહુ બેટા ! તારું એ કામ નહિ. તેં ઘરની બહાર પગ પણ ક્યારે મૂક્યો છે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005458
Book TitleMahasati Sita Sati Mrugavati
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy