SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ કવિ શ ષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' ••• ૧૫૯૮ લડઈ શેડો નિવાસો દોય રે, ચમરેંદો તિહાં સજ હોય રે; રણિ સહુકો કોતિગ જોય રે, લડઈ ચેડો નિવાસો દોય રે... આંચલી. ચમદિ ઉઠી માંડીઉં, મહાસિલા કંટિક સંગ્રામ રે; ત્રણિ કાકરા કાષ્ટ જ નાખતો, કરઈ શલા કેરું કામ રે. લડઈ ચડો ચમરિંદો દોય રે, કોણી નૃપ લડતો જોય રે; લ૦ ગજ અશ્વ પડયા રણમાં બહુ, વલી પુરૂષ તણો નહી પાર રે; કોણી નાખઈ સાહ! ત્રણખલું, હોઈ પાહણ તણા પ્રહાર રે. ••• ૧૫૯૯ અર્થ - જ્યારે રણભૂમિમાં ઘણા સુભટોના મૃતદેહો પડેલા જોયા ત્યારે કોણિકરાજા તરત જ ઉઠયા. તેઓ હાથી પર આરૂઢ થયા. તેમના હાથીનું નામ ઉદાયી' હતું. ... ૧૫૯૭ ચેડારાજા અને કોણિકરાજા વચ્ચે ધમાસાણ યુદ્ધ થયું. કોણિકરાજાના કહેવાથી ચમરેન્દ્ર દેવ પણ લડાઈ કરવા સજજ થયા. રણભૂમિમાં સર્વ લોકો કૌતુક જોતા હતા. અમરેન્દ્ર દેવ ઉઠયા. તેમણે મહાશિલા કંટક સંગ્રામ શરૂ કર્યું. ચમરેન્દ્ર દેવ ઘાસનું તણખલું, કાંકરા-રેતી કે લાકડી જેવી વસ્તુઓ શત્રુ સૈન્ય પર ફેંકતા ત્યારે તે શિલા જેવું કાર્ય કરતી. ... ૧૫૯૮ ચેડારાજા અને ચમરેન્દ્ર બન્ને યુદ્ધ ભૂમિમાં લડતા હતા. કોણિકરાજા આ યુદ્ધને જોતા હતા. રણમેદાનમાં ચારે બાજુ બહુલ સંખ્યામાં હાથી, ઘોડાનાં મૃતદેહો પડયા હતા. વળી અગણિત માનવો રણસંગ્રામમાં લડતાં લડતાં મૃત્યુ પામ્યા હતા. કોણિક રાજા શત્રુ પક્ષના સુભટો પર એક તણખલું નાખતા, તે તણખલાનો પ્રહાર મોટા પત્થર (શિલા) જેટલો થતો. . ૧૫૯૯ દુહા : ૮૩ દઢ અગનિતસ સર્વપથિ, સર્વ શસ્ત્ર વાચાલ; સત પુરૂષનિ સર્વ મિત્ર, સર્વ શત્રુ ભુંજાલ. અર્થ:- રણસંગ્રામમાં સર્વત્ર પત્થરનાં પ્રહારનો અગ્નિ વ્યાપી ગયો. ત્યારે સર્વ શસ્ત્રો પણ નકામાં બન્યા. યુદ્ધભૂમિમાં સજ્જનો અને સર્વ મિત્રો પણ એકબીજાના શત્રુ બન્યા હતા. ... ૧૬૦૦ ઢાળ ઃ ૭૦ મહાશિલાકંટક યુદ્ધનું પરિણામ ખિમા છત્રીસીની અથવા આખ્યાનની એ દેશી સર્વ શસ્ત્ર થઈનિ પરગમઈ, નાખઈ કાકરો થાય તીર રે; અઢાર દેશના રાજા ઉસરયા, નાઠા ચેડાના વીર રે. •.. ૧૬૦૧ ભ૦ ચેડઈ તીર તાણીનિ મુકયો, ધરઈ સુધર્મ સેનાહિં રે; નવિ વાગઈ કોણી રાયનિ, તવ હાથ ઘસતો રાય રે. .. ૧૬૦૨ ભ૦ • ૧૬૦૦ (૧) નોંધ : કોણિક રાજાના ઉદાયી અને ભૂતાનંદ ગજ પ્રથમ રત્નપ્રભા નામની નરકમાં ગયા. (એજ ભા.૪/૧૭/૧, પૃ.૩૨૯) (૨) શ્રી ભગવતીજી સૂત્ર, ભાગ - ૨, શ. ૭, ઉં. ૯, . ૩૯૭ થી ૪૧ર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy