SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧ જો આપણે અગ્નિ ખીણમાં પડયા હોત તો મૃત્યુ પામી ચોક્કસ નરકમાં જ પહોંચત. આપણને આપણા મિત્ર ગજરાજે અહીંઉગાર્યા છે, તો હવે આપણે ચેતી જઈએ. ... ૧૫૮૮ હે બાંધવ! જો નરકમાં ન જવું હોય તો આપણે ભગવાન મહાવીર સ્વામીની પાસે સંયમ લઈએ.” બને ભાઈઓએ મન દઢ કરી, સંકલ્પ કરતાં કહ્યું કે, “અમો વીર પ્રભુના શિષ્ય છીએ!' ... ૧૫૮૯ તે સમયે (ભાવ યતિઓને) શાસન રક્ષક દેવીએ આવીને પ્રસન્નતાપૂર્વક તેમને ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં મૂક્યા. તેમણે ભગવાન મહાવીર સ્વામી પાસે પ્રવજ્યા અંગીકાર કરી (શુદ્ધ સંયમની આરાધના કરી, તપશ્ચર્યા કરી, તેમણે કાળક્રમે દેવલોકમાં દેવ ગતિ પ્રાપ્ત કરી. ... ૧૫૯૦ હલકુમારનો આત્મા જયંત દેવલોકમાં ગયો. વિહલકુમારનો આત્મા અપરાજિત દેવલોકમાં ઉત્પન થયો. (હલ અને વિહલ કુમાર કલ્યાતિત દેવ બન્યા.) આ હલ અને વિહલ કુમારની કથા અહીં સંપૂર્ણ થઈ. કોણિકરાજા યુદ્ધના મેદાનમાંથી પાછા ફર્યા નહીં. ... ૧૫૯૧ કોણિકરાજાની તૃષ્ણા શાંત ન થઈ. અતિ લોભી કોણિકરાજા વિશાલાનગરી લૂંટવા ચાલ્યા. તેમણે ગઢ તોડવાના અનેક ઉપાય કર્યા પરંતુ કોઈ રીતે (દેવ રક્ષિત) ગઢ જીતી શક્યા નહીં. કોણિકરાજાનું લશ્કર આ કાર્ય કરવા માટે ઓછું પડતું હતું. ... ૧૫૯૨ કોણિકરાજાએ મનમાં દઢ સંકલ્પ કર્યો, ‘હું ચેડારાજાનો દેશ લીધા વિના પાછો નહીં ફરું. અગ્નિમાં પ્રવેશ કરીશ પણ ચેડારાજાનો ગઢ લઈને જ રહીશ. ... ૧૫૯૩ અગંધન કુળના સર્પો અગ્નિમાં પડી બળી જાય છે પરંતુ વિષ છોડતા નથી, તેમ હું પણ ગઢ લીધા વિના પાછો નહીં ફરું. હવે તો હું ચેડારાજાને મારીશ અથવા હું પોતે મરીશ.' .. ૧પ૯૪ કોણિકરાજા ગઢ મેળવવાનો ઉપાય ન મળતાં ખેદ કરતા હતા તે જ ક્ષણે ચમરેન્દ્ર તેમની રક્ષા કરવા આવ્યા. સૌધર્મદેવ પણ કોણિકરાજાને મદદ કરવા તૈયાર થયા. કવિ ઋષભદાસ કહે છે કે, હે ઉત્તમ જીવો! હવે પછીનો વૃત્તાંત સાંભળો ... ૧૫૯૫ દુહા : ૮૨ સાર કરઈ નરપતિ તણી, ઈદ્ર કરઈ સંગ્રામ; ચેડો રાય ગૂઝઈ ઘણું, પડઈ સુભટ બહુ તા. ... ૧૫૯૬ અર્થ - દેવો દ્વારા પરાક્રમી કોણિકરાજાની સુરક્ષા થતી હતી. હવે ઈન્દ્ર મહારાજાએ સંગ્રામ શરૂ કર્યો. ચેડારાજા બહાદુર લડવૈયાની જેમ રણસંગ્રામમાં કોણિક રાજાના સુભટો સાથે ઝઝૂમતા હતા. તેમના અમોઘ બાણથી ઘણા સુભટો માર્યા ગયા. ૧૫૯૬ ઢાળઃ ૬૯ મહાશિલાકંટક યુદ્ધ ખિમા છત્રીસીની અથવા આખ્યાનની એ દેશી. પડઈ સુભટ બહુ રણમાં જસઈ, ઉઠયો કોણી રાજા તામ રે; ગજ ઉપર જઈ બિસતો, ઉદાઈ હસ્તિનું નામ રે. ••• ૧૫૯૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy